તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 8th May 2026
દસાડાના વાલેવડામાં NUKRO કંપનીમાં ભીષણ આગ, લાખોનો માલસામાન ખાખ; પાંચ શહેરોની ફાયર ટીમે કલાકોની જહેમત બાદ કાબૂ મેળવ્યો
શોર્ટ સર્કિટથી લાગેલી આગમાં મશીનરી-કાચો માલ બળ્યો, સદનસીબે જાનહાનિ ટળીઃ કલેક્ટર-મામલતદારે ઘટનાસ્થળે પહોંચી સમીક્ષા કરી, તપાસના આદેશ

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણઃ તા. ૮, દસાડા તાલુકાના વાલેવડા ગામે આવેલી NUKRO કંપનીમાં ગુરુવારે બપોરે ભીષણ આગ ફાટી નીકળતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પ્રાથમિક આશંકા મુજબ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. સદનસીબે દ્યટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.
ઘટનાની ગંભીરતા જોતા MSIL, પાટડી નગરપાલિકા, વિરમગામ, ધ્રાંગધ્રા અને સુરેન્દ્રનગર સહિત પાંચ સ્થળોથી ફાયર એન્જિન ઘટનાસ્થળે પહોંચ્યા હતા. પ્લાસ્ટિક અને અન્ય જવલનશીલ સામગ્રીના કારણે આગ બુઝાવવાની કામગીરી વધુ મુશ્કેલ બની હતી. વણોદ ગામેથી પાણી ભરેલા ત્રણ ટ્રેક્ટર પણ બોલાવાયા હતા. કલાકો સુધી પાણીનો મારો ચલાવ્યા બાદ ફાયર કર્મચારીઓએ ભારે જહેમતથી આગને નિયંત્રણમાં લીધી હતી.
NUKRO કંપની MSIL માંથી એસ્કેપ બમ્પર લાવી તેની પ્રોસેસિંગ અને અન્ય કામગીરી કરતી હોવાનું જાણવા મળ્યું છે. આગમાં કંપનીનો મોટાપાયે માલસામાન, મશીનરી અને કાચો માલ બળી જતાં લાખો રૂપિયાનું નુકસાન થયાની આશંકા છે. નુકસાનનો ચોક્કસ આંકડો તપાસ પૂર્ણ થયા બાદ જ સામે આવશે. ે પ્રાથમિક તપાસમાં આગનું કારણ શોર્ટ સર્કિટ મનાય છે, પરંતુ ટેકનિકલ તપાસ હાથ ધરાઈ છે. ભ્ઞ્સ્ઘ્ન્દ્ગક ટીમે વીજ પુરવઠો બંધ કરી વધુ નુકસાન અટકાવ્યું હતું. દસાડા પોલીસે સમગ્ર વિસ્તારને સુરક્ષિત બનાવી અવરજવર પર નિયંત્રણ મૂક્યું હતું. ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા પણ સ્થળ પર તૈનાત રખાઈ હતી.
બનાવને પગલે પાટડીના મામલતદાર તેમજ સુરેન્દ્રનગર જિલ્લાના કલેક્ટર દ્યટનાસ્થળે પહોંચ્યા હતા અને પરિસ્થિતિની સમીક્ષા કરી આગના ચોક્કસ કારણ અંગે તપાસના આદેશ આપ્યા હતા. કંપનીના માલિક તરીકે પારસ અને કુંદન નામ સામે આવ્યા છે. હાલ સત્તાવાર તપાસ ચાલુ છે.
(11:25 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
