તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 31st May 2026
ઉપલેટાના ખાખી જાળીયામાં પશુપાલકના વાડામાં ભીષણ આગ: મગફળીનો મોટો જથ્થો બળીને ખાખ: અફરાતફરી
ભાયાવદર ફાયર ફાઈટરની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો

રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ખાખી જાળીયા ગામમાં એક પશુપાલકના વાડામાં અચાનક ભીષણ આગ ભભૂકી ઉઠતા સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી અને દોડધામ મચી ગઈ હતી. આ દુર્ઘટનામાં વાડામાં રાખેલો મગફળીનો અંદાજે રૂ. 50,000 ની કિંમતનો કિંમતી ચારો બળીને સંપૂર્ણપણે ખાખ થઈ ગયો છે. ઘટનાની જાણ થતાં જ ભાયાવદર ફાયર ફાઈટરની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે આ આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, જેને પગલે તંત્ર અને સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો છે.
ખાખી જાળીયા ગામે રહેતા સ્થાનિક પશુપાલક નારણભાઈ મેણસીભાઈ વામરોટીયાના વાડામાં આ અકસ્માત સર્જાયો હતો. નારણભાઈએ પોતાના પશુઓ માટે થોડા સમય પહેલાં જ અંદાજે રૂ.50,000ની માતબર રકમ ખર્ચીને મગફળીનો ચારો (ખોળ-નીરણ) ખરીદ્યો હતો. વાડામાં અચાનક કોઈ કારણોસર આગ લાગતા આ મગફળીનો તમામ ચારો જોતજોતામાં બળીને ખાખ થઈ ગયો હતો. પશુઓના ખાણ માટે સંગ્રહ કરાયેલો ચારો નાશ પામતા પશુપાલક પરિવાર મુશ્કેલીમાં મુકાયો છે.
(9:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
