હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ધ્રોલ નજીક લૈયારા પાસે LPG ટેન્કરમાં ભીષણ આગ
વિસ્ફોટની આશંકાથી હાઈવે પર મચી અફરાતફરી, મોટી દુર્ઘટના ટળી

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ, તા.૩૦: ધ્રોલ નજીક લૈયારા ગામ પાસે પસાર થઈ રહેલા એક એલ.પી.જી. (LPG) ગેસ ટેન્કરની કેબિનમાં અચાનક કોઈ અગમ્ય કારણોસર ભીષણ આગ લાગી હતી. જોતજોતામાં આગની જ્વાળાઓએ આખા કેબિનને લપેટમાં લઈ લેતાં હાઈવે પર દોડધામ મચી ગઈ હતી. ટેન્કરમાં ગેસ હોવાને કારણે ગમે તે ક્ષણે મોટો બ્લાસ્ટ વિસ્ફોટની આશંકાને પગલે હાઈવે પર બંને તરફ અંદાજે ૩ કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો અને વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી.
ઘટનાની જાણ થતાં જ શ્ન૧૧૨ઙ્ખની ઈમરજન્સી ટીમ અને ધ્રોલ નગરપાલિકાનો ફાયર ફાઈટર કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. ગેસ ટેન્કરમાં બ્લાસ્ટ થવાનું મોટું જોખમ હોવા છતાં, ફાયર વિભાગના જવાનોએ જીવના જોખમે આગ પર પાણીનો મારો ચલાવવાનું શરૂ કર્યું હતું. ભારે જહેમત બાદ આગ પર પૂર્ણ કાબૂ મેળવી લેવાયો હતો. સદનસીબે આગ પાછળના ગેસ ભરેલા ટેન્ક સુધી પહોંચે તે પહેલાં જ બુઝાવી દેવામાં આવતાં એક બહુ મોટી સંભવિત હોનારત ટળી ગઈ હતી, જેને પગલે તંત્ર અને વાહનચાલકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
આ ઘટનાને કારણે હાઈવે પર ટ્રાફિકની સમસ્યા વધુ જટિલ બની હતી. જો કે, ત્યાં પણ ફાયર બ્રિગેડની ટીમે સમયસર પહોંચીને આગને શાંત પાડી દીધી હતી. ધ્રોલ પોલીસે તાત્કાલિક બંને ઘટનાસ્થળે પહોંચીને મથામણ બાદ વાહનોને ડાયવર્ટ કરી ટ્રાફિક હળવો કરાવ્યો હતો. પોલીસે હાલ આગ લાગવાના ચોક્કસ કારણો જાણવા આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
