તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Thursday, 5th November 2026
શાંડિલ્ય જોશી પરિવાર દ્વારા બાબાપુરમાં માતાજીનો પાટોત્સવ

રાજકોટ તા. પ :.. શ્રી સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ શાંડિલ્ય જોશી પરિવાર દ્વારા તા. ૧૭-૧૧-ર૦ર૬ ને મંગળવારે શ્રી ઉમિયા ભવાની માતાજીનો પાટોત્સવ ભવ્યતાથી ઉજવાશે.
આ વર્ષે યજ્ઞના મુખ્ય યજમાન રાજકોટ-કુંકાવાવના યોગેશભાઇ કેશવલાલ જોશી, સંદિપભાઇ, હંસાબેન, વિધીતાબેન સહિત પરિવાર છે. યજ્ઞનાં આચાર્ય ભીમભાઇ જોશી (પોરબંદર) પરિવાર છે.
તા. ૧૦-૧૧-ર૬ પહેલા ઉદયભાઇ જોશીના (મો. ૯૮૭૯૦ ૭પ૩૭૧) ઉપર કેટલા સભ્ય ઉપસ્થિત રહેશો તેની જાણ કરવા અપીલ કરાઇ છે. આ તકે ધો. ૧૦-૧ર, ગ્રેજયુએટ તથા રાજયકક્ષા, તાલુકા કક્ષા, રાષ્ટ્રીય કક્ષાએ ર૦ર૬ માં સિધ્ધી અંગે જાણ કરવા જણાવ્યું છે.
વધુ માહિતી માટે દક્ષિણભાઇ જોશી (મો. ૯૪૦૮૦ ૪પ૪પ૪) મુકેશભાઇ જોશી (મો. ૮૩ર૦૩ ૩૮૮૩૧) ભીમભાઇ જોશી (મો. ૯૮રપપ ૦૭૪૮૧) ઉપર સંપર્ક કરવા જણાવ્યુ છે.
(1:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
