<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd October 2026

વિસાવદરના સાઠોદરા નાગર બ્રાહ્મણ પરિવાર તરફથી કુળદેવી અંબા ભવાની મંદિરે માતાજીનો હવન સંપન્ન

વિસાવદર તથા જુનાગઢ સ્થિત તમામ પરિવારના લોકોએ આ હવનમાં હાજરી આપેલ

વિસાવદર :વિસાવદરના સાઠોદરા નાગર બ્રાહ્મણ પરિવાર દ્વારા કુળદેવી માતા અંબા ભવાનીના મંદિરે આજરોજ વિસાવદર તથા જુનાગઢના સાઠોદરા નાગર જોશી પરિવારના લોકો દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ માતાજીનો હવન દશેરાના દિવસે યોજાયેલ હતો જેમાં વિસાવદર તથા જુનાગઢ સ્થિત તમામ પરિવારના લોકોએ આ હવનમાં હાજરી આપેલ હતી અને સાથે પ્રસાદ લીધેલ હતો અને કુટુંબની તમામ મહિલાઓએ માતાજીના ગરબા ગાઈ રાસ લીધેલા હતા.

(11:26 PM IST)