તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 16th October 2026
મોરબીની સામાન્ય સભામાં અધિકારીઓ સાથે સંકલનના અભાવમાં મેયરનો એક જ જવાબ, સુચના આપી-સુચના આપી છે!!
અધિકારીઓ ચૂંટાયેલા કોર્પોરેટરોને ગણકારતા નથી, નવરાત્રીમાં ગરબી ચોકમાં લાઈટો રીપેર નથી કરી સ્ટેન્ડિંગ કમિટીમાં એક માસ પૂર્વે નક્કી કરેલ મુદે અધિકારીઓ-કર્મચારીઓ મનમાની ચલાવે છે ?

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી મહાનગરપાલિકાની સામાન્ય સભા મેયર, કમિશ્નર, ડેપ્યુટી કમિશ્નરના અધ્યક્ષ સ્થાને મળી હતી જેમાં કોર્પોરેટરોએ નવરાત્રીના પર્વે ગરબી ચોકમાં બંધ સ્ટ્રીટ લાઈટો મુદે તડાપીટ બોલાવી દીધી હતી બીલ કોભાંડ, અધિકારીઓ સાથે સંકલનના અભાવ સહિતના પ્રશ્ને મેયરે તપાસ કરશું, સૂચનો આપ્યા છેનો એકનો એક જ જવાબ આપવામાં આવી રહ્યો છે અનુભવની કમીથી ઝૂઝતા મેયર છ માસ બાદ પણ પત્રકારોના પ્રશ્નોના જવાબ આપવા સક્ષમ નથી તેવું ઉડીને આંખે વળગે છે.
મોરબી મહાપાલિકાની સામાન્ય સભામાં માત્ર બે રોડના નામકરણના એજન્ડા રાખવામાં આવ્યા હતા કોઈ વિકાસ કાર્યોનો એજન્ડા રાખવામાં જ આવ્યો ના હતો ગત સામાન્ય સભાની કાર્યવાહી નોંધને બહાલી આપવા ઉપરાંત ન્યુ ગુજરાત હાઉસિંગ બોર્ડના મુખ્ય માર્ગને સેવક સ્વ. પરબતભાઈ રબારી માર્ગ અને લીલાપર ચોકડી પાસે સર્કલનું નામકરણ કરી ભારતીય સૈન્યના ભોમિયા રણછોડદાસ માર્ગ નામકરણ કરવાના એજન્ડાને બહાલી આપવામાં આવી હતી સામાન્ય સભામાં કોર્પોરેટર ભુપતભાઈ જારીયાએ મંજૂરીના અભાવથી બાંધકામો સ્થગિત હોવાનો મુદો ઉઠાવ્યો હતો તેમજ મહાપાલિકા હસ્તક આવેલ કેટલી ઈમારતોમાં સીસીટીવી કેમેરા છે તેવા પ્રશ્નના જવાબમાં ૧૦૭ બિલ્ડીંગમાંથી મોટાભાગના બિલ્ડીંગમાં સીસીટીવી કેમેરા નથી તેવો જવાબ મળ્યો હતો.
મહાપાલિકાના ૬૬ વાહનો છે જેમાં માત્ર ૪ માં gps સીસ્ટમ છે પ્લાસ્ટિક જથ્થો જપ્ત કરવામાં આવે તેના નિકાલની કોઈ વ્યવસ્થા ના હોવાથી હાલ ૧૫૦૦ કિલોથી વધુ પ્લાસ્ટિક જથ્થો પડ્યો છે જે માટે એજન્સીની નિમણુક કરી છે અને નિકાલ કરાશે તેમ ડેપ્યુટી કમિશ્નર સંજય સોનીએ જણાવ્યું હતું કોર્પોરેટર કેયુર પંડ્યાએ વાહનોના પેટ્રોલ ક્યાં ભરાય છે તેના જવાબમાં પંચાસર રોડ પર આવેલ નીલકંઠ પેટ્રોલ પંપમાં ૧ રૂપિયો સસ્તો મળતું હોવાનું જણાવ્યું હતું સેનિટેશન વિભાગનું દર મહીને ૧૦ અલખ અને વર્કશોપ વિભાગમાં ૩૫ હજાર બીલ આવે છે તો નવરાત્રી પર્વે અંધકાર પટ મામલે મહિલા કોર્પોરેટર શીતલ વઘાડીયાએ સભા ગજવી હતી ગરબી ચોકમાં લાઈટો બંધ છે જે રીપેર થતી નથી અને નવી નાખવાની કામગીરી થતી નથી સ્ટેન્ડીગ કમિટી બેઠકમાં ૧ મહિના પૂર્વે લાઈટો રીપેર કરવા અને નવી નાખવા સુચના છતાં કામગીરી કરવામાં આવી નથી.
સામાન્ય સભા મામલે મેયર ઉત્તમ સુરાણીએ લાઈટોના પ્રશ્નનો તાત્કાલિક ઉકેલ લાવવામાં આવશે તેમ જણાવ્યું હતું અને અધિકારીઓ ચૂંટાયેલા સદસ્યોને ગણકારતા નથી તે મામલે સંકલનનો અભાવ હોવાનું સ્વીકારી સુચનાઓ આપી હોવાનું રટણ કર્યું હતું બીલ કોભાંડમાં તપાસ ચાલુ છે અને જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવું આશ્વાસન આપવામાં આવ્યું હતું તો વિકાસ કામો ધીમી ગતિએ ચાલતા હોવાનો પણ મેયરે હળવેથી સ્વીકાર લીધો હતો તેમજ અધિકારીઓ ચૂંટાયેલા સદસ્યોને ગણકારતા નથી, બીલ કોભાંડ સહિતના મુદે તપાસ ચાલુ છે, સુચના આપી છે પ્રશ્નોનો ઉકેલ આવશે તેવા કાયમી અપાતા જવાબો જ આપ્યા હતા અને છ માસનો સમય વીત્યા છતાં હજુ મેયર અધિકારીઓ પાસેથી જવાબ માંગી સકતા ના હોય અને પત્રકારોના પ્રશ્નોના જવાબ પણ આપી સકતા ના હોય, તેમની પાસે માહિતીનો અભાવ હોય તેવું જવાબો પરથી જણાઈ આવ્યું હતું.
(12:28 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
