<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th July 2026

મોરબીમાં મેધરાજાની સટાસટી : બપોરે બે કલાકમાં વધુ અઢી ઇંચ વરસાદ : સવારથી બપોર સુધીમાં સાડા ૫ ઇંચ વરસાદ

ગઈકાલે રાત્રીથી શરૂ થયેલો વરસાદ આવ-જા સાથે હજુ પણ યથાવત : ઠેર-ઠેર વરસાદી પાણી ભરાયા

પ્રવિણ વ્યાસ દ્વારા મોરબી તા ૨૪ : મોરબીના ગત રાત્રિથી મેઘરાજા અવિરત વરસી રહ્યા છે. વહેલી સવારથી હળવો વરસાદ રહ્યો હતો. જો કે બપોરે 12થી 2 વાગ્યા સુધીમાં તો મેઘરાજાએ રીતસરની ધડબડાટી બોલાવતા અઢી ઇંચ વરસાદ પડ્યો છે. ભારે વરસાદના કારણે શહેરના મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાયા છે. એક સામટો વરસાદ પડવાના કારણે પાણી ઓસરવાનો પણ સમય ન રહેતા જનજીવનને અસર પહોંચી છે.

સવારે 6 થી 12 સુધીમાં 63 mm અને બપોરે 12 થી 2 વાગ્યા 78 mm વરસાદ નોંધાયો છે.

(3:59 PM IST)