તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 18th June 2026
વેરાવળના ૨૧ વર્ષના મીત માંકડીયાની રાજકોટમાં ફુવાના ફલેટના દસમા માળેથી મોતની છલાંગ
સોના-ચાંદીના ધંધામાં ભાગીદારે દગો કરતાં ડીપ્રેશનમાં હતોઃ પરિવારમાં શોકની કાલીમા

રાજકોટ તા. ૧૮: વેરાવળ સોમનાથના વતની ૨૧ વર્ષના એક યુવાને રાજકોટમાં રૈયા રોડ પર પોતાના ફુવાના ઘરે આવ્યો હોઇ અહિ એપાર્ટમેન્ટના દસમા માળેથી છલાંગ લગાવી આપઘાત કરી લેતાં અરેરાટી વ્યાપી ગઇ છે. વેરાવળમાં તેની સાથે ભાગીદારોએ છેતરપીંડી કરતાં તે ડીપ્રેશનમાં આવી જતાં આ પગલુ ભર્યાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
જાણવા મળ્યા મુજબ વેરાવળમાં રહેતો મીત અંકિતભાઇ માકંડીયા (ઉ.વ.૨૧) ગઇકાલે રાજકોટ રૈયા રોડ કૈલાસધારા પાર્કમાં દર્શન સૃષ્ટિ એપાર્ટમેન્ટમાં રહેતાં પોતાના ફુવા મનદીભાઇ ચરાડવાના ઘરે હતો ત્યારે રાત્રીના દસમા માળેથી કૂદી જતાં ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મોત થયું હતું. ૧૦૮ના તબિબ નિકીતાબેન ચોૈહાણે તેને મૃત જાહેર કરતાં યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના હેડકોન્સ. જે. આર. ચોૈધરીએ જરૂરી કાર્યવાહી કરી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડયો હતો.
આપઘાત કરનાર મીત વેરાવળમાં ધાર્મિક નામના ભાગીદાર સાથે સોના-ચાંદીનો ધંધો કરતો હતો. આ ધંધામાં ધાર્મિક તેમજ તેની સાથેના ગોૈરાંગભાઇ, સંજયભાઇ સહિતે નફાની લેતીદેતી મામલે મીતનું અપહરણ કરી પંદર કિલો ચાંદી ઓળવી લીધુ હતું. આ મામલે મીતે વેરાવળ પોલીસમાં ફરિયાદ દાખલ કરાવી હતી. આ ઘટના પછી મીત સતત ડીપ્રેશનમાં આવી ગયો હતો અને ચિંતીત રહેતો હતો. આ પછી તે ઘરેથી નીકળી ગયો હતો. દરમિયાન તે રાજકોટ સ્થિત ફુવાના ફલેટ પર આવ્યો હતો અને અહિ દસમા માળેથી કુદી ગયો હતો. બનાવથી પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. પોલીસે વિશેષ તપાસ યથાવત રાખી છે. યુવાન દિકરાના આ પગલાથી માંકડીયા પરિવારમાં કલ્પાંત સર્જાયો છે. વિસ્તૃત તપાસ બાદ સાચી હકિકત બહાર આવશે.
(11:19 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
