તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 21st April 2026
હરિ ઓમ મેડી કેર ચેરિટેબલ ટ્રસ્ટની મીટિંગ પૂ. મુકતાનંદ બાપુના સાનિધ્યમાં ચાપરડા ખાતે યોજાઈઃ નવા હોદ્દેદારોની વરણી
ભાનુભાઈ રાજગોર મેનેજીંગ ટ્રસ્ટી, નરેશભાઈ મહેતા પ્રમુખઃ નિરાધાર વળદ્ધોને નિશુલ્ક ભોજન માટે ૧૫ દિવસમાં સર્વેનો નિર્ણય

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા. ર૧: હરિ ઓમ મેડી કેર ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીમંડળની મીટિંગ પૂજ્ય મુકતાનંદ બાપુના સાનિધ્યમાં ચાપરડા મુકામે મળી હતી. જેમાં સર્વાનુમતે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા.
બેઠકમાં વર્ષ ૨૪/૨૫ ના ઓડિટેડ હિસાબોને બહાલી આપવામાં આવી હતી. વર્ષ ૨૫/૨૬ ના આવક-જાવકના હિસાબો અંગે વિસ્તળત ચર્ચા કરી થયેલ ખર્ચ મંજુર કરી બહાલી આપવામાં આવી હતી. સાથે જ વર્ષ ૨૬/૨૭ ના પુરાંત વાળા બજેટને પણ મંજૂર કરવામાં આવ્યું હતું.
આગામી ૨ વર્ષ માટે નવા હોદ્દેદારોની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. જેમાં મેનેજીંગ ટ્રસ્ટી તરીકે શ્રી ભાનુભાઈ પી. રાજગોર, પ્રમુખ તરીકે શ્રી નરેશભાઈ એમ. મહેતા, ઉપપ્રમુખ તરીકે શ્રી ભરતભાઈ જે. જોશી અને ખજાનચી તરીકે દિલીપભાઈ યુ. દવેની નિમણૂક કરવામાં આવી હતી. આ ઉપરાંત શ્રી પરેશભાઈ ભાનુભાઈ જોષી, આટકોટ અને જયદિપ એમ. જોષી, શેઠ વડાલાની ટ્રસ્ટી તરીકે નિયુક્તિ સર્વાનુમતે કરવામાં આવી હતી.
બેઠકમાં રાજકોટ મુકામે AIMS નજીક આરોગ્ય ભુવન બનાવવા માટે સરકારી જમીન મળે તે માટેની ચાલુ કાર્યવાહી અંગે વિસ્તળત ચર્ચા કરવામાં આવી હતી.
પૂજ્ય બાપુ દ્વારા રાજગોર સમાજના નિરાધાર વળધ્ધોને ૨ ટાઈમ ભોજનની સેવા ઉપલબ્ધ થાય તે માટે સૂચન કરવામાં આવ્યું હતું. જેથી આવા કુટુંબોનું સર્વે કરી નિશુલ્ક ભોજનની વ્યવસ્થા કરવાનું આયોજન ટ્રસ્ટીઓ દ્વારા ૧૫ દિવસમાં પૂર્ણ કરવા નક્કી કરવામાં આવ્યું હતું.
(1:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
