તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 9th July 2026
જામનગરમા જામનગર, દ્વારકા અને પોરબંદર જિલ્લાની સમીક્ષા માટે બેઠક
કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, મુકુલ વાસનિક, ભરતસિંહ સોલંકી, તુષાર ચૌધરી સહિતના પ્રદેશના નેતાઓ ઉપસ્થિત : કોંગ્રેસે વિધાનસભાની ચૂંટણી પહેલા સમીક્ષા હાથ ધરી

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૯ : જામનગરમા કોંગ્રેસની સમીક્ષા બેઠક યોજાઈ છે.
જામનગર, દ્વારકા અને પોરબંદર જિલ્લાની સમીક્ષા માટે બેઠક મળી હતી.
જામનગરના ધીરુભાઈ અંબાણી વાણિજ્ય ભવન ખાતે કોંગ્રેસની સમીક્ષા બેઠકમા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, મુકુલ વાસનિક, ભરતસિંહ સોલંકી, તુષાર ચૌધરી સહિતના પ્રદેશના નેતાઓ ઉપસ્થિત રહ્યા છે.
ત્રણેય જિલ્લાના સંગઠનની સમીક્ષા માટે બેઠકો શરૂ થઈ છે.સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ ફરી કોંગ્રેસે વિધાનસભાની ચૂંટણી પહેલા સમીક્ષા હાથ ધરી છે.
(તસવીર : કિંજલ કારસરીયા, જામનગર)
(12:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
