તા. ૧૧ ફેબ્રુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ મહાસુદ – ૧૪ મંગળવાર
News of Thursday, 23rd April 2026
ઉપલેટામાં ડો.મનસુખભાઈ માંડવીયાની ઉપસ્થિતિમાં મિટીંગ

ઉપલેટા, પોરબંદર મતવિસ્તારના સાંસદ અને કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાએ પોરબંદર રોડ ઉપર આવેલી તેમની ગોરસ કાર્યાલય ખાતે શહેર અને તાલુકા ભાજપના આગેવાનો કાર્યકરો અને ઉમેદવારોની વિશાળ હાજરી વચ્ચે ભાજપના ઉમેદવારોને પ્રચંડ બહુમતીથી વિજય અપાવવા આહવાન કરતા જણાવેલ કે આગેવાનો હોદ્દેદારો એ એ ચૂંટણી પ્રચારમાં રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ વિકાસલક્ષી યોજનાઓની સિદ્ધિઓ અને તેના જરૂરિયાત મંદ લોકોને મળતા લાભો અંગેની જાણકારી ગ્રામજનો સમક્ષ ઉલ્લેખ કરી યોજનાઓની સિદ્ધિઓ વર્ણવી જોઈએ આ મિટિંગમાં ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલીયા રાજકોટ જિલ્લા ભાજપના પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરીયા ઉપપ્રમુખ જયેશભાઈ ત્રિવેદી મહામંત્રી રવિભાઈ માકડીયા નગરપાલિકા પ્રમુખ વર્ષાબેન ગજેરા ઉપપ્રમુખ જીજ્ઞાબેન વ્યાસ ભાયાવદરના પ્રમુખ રેખાબેન. સીણોજીયા શહેર અને તાલુકા ભાજપ પ્રમુખ દીપકભાઈ સુવા મયંકભાઇ ધીંગાણી નરસીભાઇ મૂંગલપરા હરિભાઈ ઠુંમર દાનભાઈ ચંદ્રવાડીયા મયુરભાઈ સુવા રાજુભાઈ હુંબલ ઇન્દ્રવિજયસિંહ ચુડાસમા પળથ્વીસિંહ ચુડાસમા સુરજ ડેર અનિતાબેન ચૌહાણ રાજ વાઢેર હરસુખભાઈ સોજીત્રા હરસુખભાઈ માકડીયા મનોજભાઈ નંદાણીયા કિરીટભાઈ જાવિયા ભુપતભાઈ ગજેરા મજબૂતભાઈ હુંબલ મહાવીરસિંહ વાળા રેખાબેન ડાભી સહિત નગરપાલિકાના હોદેદારો સદસ્યો વિગેરે હાજર રહ્યા હતા. (અહેવાલઃ જગદીશભાઈ રાઠોડ, તસવીરઃ ભોલુ રાઠોડ, ઉપલેટા)
(11:37 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
