તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 9th July 2026
વિસાવદરમાં ખોડલધામના પ્રમુખ નરેશભાઇ પટેલનાં જન્મદિને મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન
"મેગા બ્લડ ડોનેશન કેમ્પ"ને ભવ્ય રીતે સફળ બનાવવા માટે આ મિટિંગમાં પૂર્વ તૈયારીઓની વિગતવાર ચર્ચા-વિચારણા કરાઈ

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર : વિસાવદરમાં ખોડલધામ-કાગવડ ટ્રસ્ટના પ્રમુખ નરેશભાઇ પટેલનાં જન્મદિને મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
આ અંગે શ્રી ખોડલધામ સમિતિ - વિસાવદર તાલુકા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પના આયોજન અર્થે પૂર્વ તૈયારી સંદેર્ભે મિટિંગ યોજાઈ હતી.
વિસાવદર મુકામે શ્રી ખોડલધામ સમિતિ - વિસાવદર તાલુકા ના હોદ્દેદારો અને સભ્યોની એક અગત્યની બેઠક (મિટિંગ) નું આયોજન કરવામાં આવ્યું હતું. આગામી તારીખ ૧૧-૭-૨૦૨૬ને શનિવારના રોજ નરેશભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે યોજાનાર "મેગા બ્લડ ડોનેશન કેમ્પ"ને ભવ્ય રીતે સફળ બનાવવા માટે આ મિટિંગમાં પૂર્વ તૈયારીઓની વિગતવાર ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. કેમ્પના સફળ આયોજન માટે તમામ હોદ્દેદારો અને યુવા સમિતિના મિત્રોને અલગ-અલગ જવાબદારીઓ સોંપવામાં આવી છે.
આ ઉમદા કાર્યમાં વિસાવદર તાલુકા અને શહેરના તમામ ભાઈઓ-બહેનો અને મિત્ર મંડળો બહોળી સંખ્યામાં રક્તદાન કરી સેવાના ભાગીદાર બને તેવું સુદ્રઢ આયોજન કરવામાં આવ્યું છે. વિગતવાર કાર્યક્રમ આ પ્રમાણે નિર્ધારિત કરાયો છે. મેગા બ્લડ ડોનેશન કેમ્પ તા. ૧૧-૭-૨૦૨૬ શનિવાર સમય: સવારે ૮ થી બપોરે ૧૨ સુધી સ્થળ: પટેલ સમાજ, બસ સ્ટેન્ડ પાસે, વિસાવદર. કાર્યક્રમ પૂર્ણ થયા પછી અલ્પાહારની વ્યવસ્થા કરાઈ છે.
આ સમગ્ર આયોજન (૧) શ્રી ખોડલધામ સમિતિ વિસાવદર તાલુકો અને શહેર, (૨) શ્રી ખોડલધામ યુવા સમિતિ વિસાવદર તાલુકો અને શહેર, (૩) શ્રી ખોડલધામ મહિલા સમિતિ વિસાવદર તાલુકો અને શહેરના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ છે.
(11:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
