<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th November 2026

મેઘપર(પડાણા) પોલીસ સ્‍ટેશન દ્વારા પ્રોહીબીશન અંગે મેગા ડ્રાઇવ

જામનગરઃ  મેઘપર(પડાણા) પોલીસ સ્‍ટેશન વિસ્‍તારમા રહેતા લીસ્‍ટેડ બુટલેગર ઉપર રેઇડ કરતા પ્રોહીબીશન લગત ચીજવસ્‍તુ મળી આવતા, મજકુર ઇસમો વિરૂધ્‍ધ કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ. તેમજ અમુક ઇસમો ઉપર રેઇડ દરમ્‍યાન પ્રોહિબીશન લગત કોઇ વાંધાજનક ચીજવસ્‍તુ મળી ન આવતા નીલ રેઇડ થયેલ છે.  રેઇડ દરમ્‍યાન પ્રોહીબીશન હેઠળ કરેલ કુલ કેસો ૧૧કરછ દેશી દારૂનો જથ્‍થો ૨૬૧ લીટર કિ.રૂ.૫૨,૨૦૦/- કબજે કરેલ છે.  આ કાર્યવાહી લાલપુર વિભાગના મદદનીશ પોલીસ અધિક્ષક  પ્રતિભા   (IPS) તથા મેઘપર(પડાણા) પો.સ્‍ટે.ના પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર  એ.એલ.બારસીયા તથા સિક્કા પો.સ્‍ટે.ના પોલીસ ઇન્‍સપેક્‍ટર  એન.એમ.ગઢવી તથા પંચ બી ડિવીઝન પો.સ્‍ટે.ના પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર  એચ.બી.ધાંધલ્‍યા તથા મેઘપર(પડાણા) પો.સ્‍ટે., સિક્કા પો.સ્‍ટે. તથા પંચ બી ડિવીઝન પો.સ્‍ટે.ના પોલીસ સ્‍ટાફ   દ્વારા કરવામાં આવેલ.

(12:58 PM IST)