News of Thursday, 16th July 2026
કેશોદમાં ભગવાન શ્રીજગન્નાથજીની રથયાત્રાના મુખ્ય મહેમાન બન્યા મેઘરાજા !: જોવા મળી જગન્નાથપુરીની ઝલક
સુગંધી ફૂલોથી સુશોભિત કરાયેલ દિવ્ય રથમાં બિરાજી ભગવાન શ્રી જગન્નાથજી સાથે મોટા ભાઈ બલભદ્રજી, બહેન સુભદ્રાજી નીકળ્યા નગરચર્યાએ ભગવાન શ્રી જગન્નાથજીની મૂર્તિ જગન્નાથપુરીથી લાવવામાં આવેલઃ પ્રસંગની ગરિમા જળવાઈ રહે તે માટે પરંપરાગત હિન્દુ સંસ્કળતિ મુજબ અષાઢીબીજ મહોત્સવનુ આયોજન કરવામાં આવ્યું: હવેલી તથા મંદિરોમાં પણ ઉત્સવની ઉજવણીઃ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

(સંજય દેવાણી દ્વારા) કેશોદ તા.૧૬: આજે સવારે વિવિધ પ્રકારના સુગંધી ફૂલોથી સુશોભિત કરાયેલ દિવ્ય રથ મા બિરાજી ભગવાન શ્રી જગન્નાથજી સાથે મોટાભાઈ બલભદ્રજી, બહેન સુભદ્રાજી નગરચર્યાએ નીકળ્યા હતા. આ પ્રસંગે આબેહૂબ જગન્નાથપુરીની ઝલક જોવા મળેલ હતી. આ તકે મેઘરાજા એ આ અનેરા ઉત્સવના મુખ્ય મહેમાન બની રથયાત્રા માં હાજરી પુરાવેલ હતી ! ડી.પી. રોડ નજીક લક્ષ્મીનગર વિસ્તારમાં આવેલ અક્ષય અન્ન ક્ષેત્ર ખાતેથી જય જગન્નાથ... ના ગગન ભેદી જય ઘોષ સાથે નગરયાત્રા માટે વ્રજભવન હવેલીના શ્રી ઉત્સવરાયજી મહારાજ, ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમ, નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી પ્રતીક્ષાબેન કેયુરભાઈ દેવડીયા, ભારત વિકાસ પરિષદના ડો. તોહલભાઈ તન્નાસહિત ઉપસ્થિત અગ્રણીઓએ દોરડાથી ભગવાન શ્રી જગન્નાથજી નો રથ ખેંચી આજે સવારે શરૂ થયેલ હળવા વરસાદ વચ્ચે નગરયાત્રા માટે પ્રસ્થાન કરાવેલ હતું. જે રથયાત્રા શહેરના મુખ્ય માર્ગો પર ફરેલ હતી. ધૂપ-છાવ જેવા વાતાવરણ વચ્ચે ભગવાન શ્રી જગન્નાથજી ની રથયાત્રા ડી.પી. રોડ, અમળત નગર રોડ, સ્ટેશન રોડ, ચાર ચોક, કાપડ બજાર, આંબાવાડી, બગીચા રોડ, આનંદ એપાર્ટમેન્ટ માર્ગ, જલારામ મંદિર, નીલકંઠ મંદિર માર્ગ, હવેલી ચોક બાદ શરદ ચોકમાં થી પસાર થઈ શ્રી રણછોડરાયજી મંદિર ખાતે પૂર્ણ થયેલ હતી. દરમિયાન અષાઢી બીજ ની પૂર્વ સંધ્યાએ ( ગઈકાલે સાંજે) પરંપરા મુજબ ઉમિયા નગર મહિલા ગણેશ ગ્રુપ ના બહેનો મોસાળ પક્ષ બની મામેરુ લઈને અક્ષર અન્ન ક્ષેત્ર ખાતે આવેલ અને ભગવાન શ્રી જગન્નાથજી ને મામેરા ના રૂપમા વિવિધ પ્રકારના પોશાક, શ્રુંગાર, આભૂષણ તથા ફળ ફૂલ ની ભેટ અર્પણ કરી ધન્યતા અનુભવેલ હતી. આ પ્રસંગે અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી વિવિધ પ્રસંગો ની રસમ ની ઝાંખી ના દર્શનનો અનેરો લાભ લીધેલ હતાઙ્ઘ. આ અવસરે રાત્રિના દાંડીયારાસનો કાર્યક્રમ પણ રાખવામાં આવેલો હતો.
અષાઢી બીજ ના મહા પર્વ ની ઉજવણી ને લઈ છેલ્લા બે દિવસથી લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળેલ હતો. બીજી તરફ આયોજકો ની જહેમત રંગ લાવેલ હતી. સુવ્યવસ્થિત આયોજન અને યોગ્ય, જરૂરી વ્યવસ્થા ના કારણે સંપૂર્ણ શાંતિપૂર્ણ રીતે રથયાત્રા સહિતના કાર્યક્રમો ભારે હર્ષ ઉલ્લાસ સાથે સંપન્ન થયેલ હતા. આ અંગે હિન્દુ યુવા સંગઠન ના કેશોદ તાલુકાના પ્રમુખ અને નગરસેવક વિશાલભાઈ સોલંકી એ જણાવ્યું હતું કે, પ્રસંગની ગરીમા જળવાઈ રહે તે બાબત ને ધ્યાને લઈ સંપૂર્ણ પરંપરાગત રીતે હિન્દુ સંસ્કળતિ મુજબ અષાઢી બીજ પર્વ મહોત્સવ નું આયોજન કરવામાં આવેલ હતું. ભગવાન શ્રી જગન્નાથજી ની પ્રતિમા (મૂર્તિ) પણ ખાસ જગન્નાથપુરી થી મંગાવવામાં આવેલ હતી.
અષાઢી બીજ નિમિત્તે અત્રેની હવેલી સહિત મંદિરોમાં પણ પરંપરાગત રીતે પ્રાસંગિક ઉજવણી કરવામાં આવેલ હતી. આતકે જુદા જુદા સ્થળોએ બટુક ભોજન નું પણ આયોજન કરવામાં આવેલ હતું.
દરમિયાન શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને રથયાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ.ડી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ રથયાત્રાના રૂટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવેલ હતો.(તસ્વીરઃ માધવ દેવાણી- કેશોદ)
(12:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
