તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ શ્રાવણ વદ-૧૪, રવિવાર
News of Monday, 14th September 2026
જેતપુર અને વીરપુર પંથકમાં મેઘરાજા મહેરબાન : યાત્રાધામમાં ધોધમાર વરસાદથી કપાસ અને મગફળીના પાકને જીવતદાન
ખીરસરા, ખજૂરી ગુંદાળા, વાડસડા અને સ્ટેશન વાવડી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં સારો એવો વરસાદ વરસ્યો

રાજકોટ જિલ્લાના જેતપુર શહેર તેમજ આસપાસના ગ્રામ્ય પંથકમાં મેઘરાજાએ મહેરબાન થઈને હાજરી નોંધાવી છે. જેતપુર શહેરમાં વહેલી સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે ઝરમર વરસાદ શરૂ થયો હતો, જ્યારે પ્રખ્યાત યાત્રાધામ વીરપુર અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાએ ધોધમાર બેટિંગ કરી હતી.
વીરપુર ઉપરાંત ખીરસરા, ખજૂરી ગુંદાળા, વાડસડા અને સ્ટેશન વાવડી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં સારો એવો વરસાદ વરસ્યો છે. લાંબા સમયથી ચાલી રહેલા અસહ્ય ઉકળાટ અને ગરમીના વાતાવરણ વચ્ચે વરસેલા આ વરસાદના કારણે સમગ્ર પંથકમાં ભારે ઠંડક પ્રસરી ગઈ છે, જેથી નાગરિકોએ રાહતનો શ્વાસ લીધો છે. સમયસર આવેલા આ વરસાદના પગલે ખેતરોમાં ઉભેલા કપાસ, મગફળી અને સોયાબીન સહિતના મહત્વના પાકોને મોટો ફાયદો થતાં ધરતીપુત્રોમાં આનંદ અને ખુશીનો માહોલ છવાઈ ગયો છે.
(10:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
