<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 20th June 2026

અમરેલીના સાવરકુંડલા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાએ મહેરકરતા વાતાવરણમાં ઠંડક પ્રસરી:ખેડૂતોમાં ખુશીનો માહોલ

બાઢડા અને ખડસલી ગામે ધોધમાર વરસાદ: ધજડી ગામે પણ વરસાદી માહોલ જામ્યો :મિતિયાળા અને સાકરપરા ગામના આકાશમાં કાળાડિબાંગ વાદળો :રામગઢ અને જાબાળ ગામમાં ઝરમર વરસાદ શરૂ

અમરેલી જિલ્લાના સાવરકુંડલા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાએ મહેર કરતા ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ છવાયો છે. સાવરકુંડલાના બાઢડા અને ખડસલી ગામે ધોધમાર વરસાદની શરૂઆત થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. આ ઉપરાંત ધજડી ગામે પણ વરસાદી માહોલ જામ્યો છે, જ્યારે મિતિયાળા અને સાકરપરા ગામના આકાશમાં કાળાડિબાંગ વાદળો ઘેરાયા છે. રામગઢ અને જાબાળ ગામમાં પણ ઝરમર વરસાદ શરૂ થતાં ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે.

(1:29 AM IST)