તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 2nd November 2026
ગીરના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ :અન્નદાતા ચિંતામાં મૂકાયા
દલખાણીયા, ગોવિંદપુર, ફાચરિયા, દેવળા, સરસિયા, જીરા અને મુંજાણિયા સહિતના ગામોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ

અમરેલીના ધારીમાં માત્ર છાંટા પડ્યા હતા, પરંતુ ગીરના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી. દલખાણીયા, ગોવિંદપુર, ફાચરિયા, દેવળા, સરસિયા, જીરા અને મુંજાણિયા સહિતના ગામોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસી ગયો હતો. હાલ ખેતરોમાં કપાસ અને મગફળી જેવા પાક તૈયાર થઈને ઊભા છે અથવા તો કાપણીની પ્રક્રિયા ચાલી રહી છે, ત્યારે આ અણધાર્યા કમોસમી વરસાદને કારણે પાકને ભારે નુકસાન જવાની પૂરી ભીતિ સેવાઈ રહી છે, જેને લઈને અન્નદાતા ચિંતામાં મૂકાયા છે.
(7:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
