<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 19th June 2026

અમરેલીના લાઠી પંથકમાં મેઘરાજાની તોફાની બેટિંગ: ચાવંડ, વીરપુર અને કરકોલિયામાં મુશળધાર વરસાદ

અસહ્ય ગરમી અને અકળાવનારા બફારાથી તોબા પોકારી ગયેલા સ્થાનિક લોકોને આ ધમાકેદાર વરસાદના પગલે મોટી રાહત મળી

અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ચાવંડ, વીરપુર તેમજ કરકોલિયા સહિતના ગામોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર મુશળધાર વરસાદ તૂટી પડ્યો હતો. છેલ્લા કેટલાક દિવસોથી અસહ્ય ગરમી અને અકળાવનારા બફારાથી તોબા પોકારી ગયેલા સ્થાનિક લોકોને આ ધમાકેદાર વરસાદના પગલે મોટી રાહત મળી છે અને સમગ્ર પંથકમાં પળવારમાં ઠંડક પ્રસરી ગઈ છે. આ ચોમાસાના આગમન સમાન વરસાદને કારણે નગરજનોમાં ઉત્સાહનો માહોલ છે, બીજી તરફ ખેતીકામ માટે અનુકૂળ વાતાવરણ સર્જાતા ધરતીપુત્રોમાં પણ ભારે ખુશી જોવા મળી રહી છે.

(10:44 PM IST)