તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 16th July 2026
પડધરી પંથકમાં મેઘરાજાની તોફાની બેટિંગ: 3 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો
૩ ઇંચથી વધુ ભારે વરસાદ ખાબકતા સ્થાનિક નદી-નાળા બે કાંઠે વહેતા થયા: સમગ્ર પંથકમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ

રાજકોટ જિલ્લાના પડધરી પંથકમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરીને ધોધમાર વરસાદ વરસાવ્યો છે. પડધરીના સરપદળ સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ટૂંકા સમયમાં ૩ ઇંચથી વધુ ભારે વરસાદ ખાબકતા સ્થાનિક નદી-નાળા બે કાંઠે વહેતા થયા છે અને સમગ્ર પંથકમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.
આ ઉપરાંત ખંભાળા, કેરાળા, મેટોડા અને રંગપર ગામોમાં પણ ધોધમાર વરસાદ નોંધાયો છે. ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે, તો બીજી તરફ આ કાચા સોના સમાન વરસાદના આગમનથી સ્થાનિક ધરતીપુત્રોમાં ભારે આનંદની લહેર જોવા મળી રહી છે.
(9:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
