તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 6th July 2026
મહુવા પંથકમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપઃ ૨ દિવસમાં ૯ ઇંચથી વધુ વરસાદ, માલણ નદીમાં ઘોડાપુર
કોજળી ગામે વળદ્ધનું મળત્યુ, અનેક ગામો પાણીમાં ગરકાવ, મહુવા-સાવરકુંડલા હાઈવે બંધ, ૧૩ ગામોનો સંપર્ક તૂટયો

(રહીમ વસાયા દ્વારા)મહુવા તા.૬: મહુવા પંથકમાં તા. ૪-૫/૭/૨૦૨૬ ના શનિ-રવિવારે મેઘરાજાએ ધોધમાર બેટિંગ કરી હતી. સાંબેલાધારે વિજળીના કડાકા-ભડાકા સાથે ૨ દિવસમાં ૨૩૦ મિ.મિ. એટલે કે ૯ ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો
પ્રથમ વરસાદમાં જ નદી, નાળા અને ચેકડેમો છલોછલ ભરાઈ ગયા. મહુવાની માલણ નદીમાં ઘોડાપુર આવ્યું. વાઘનગર પાસે આવેલ બુટીયા નાળા ઉપરથી પાણી વહેતા ૧૩ ગામોનો વાહન વ્યવહાર ખોરવાયો હતો. રામલીલા નદીનો પુલ તૂટતા કણકોટ અને મોટા પીપળવા ગામ વચ્ચેનો માર્ગ બંધ થયો.
રૂપાવો નદીના કોઝવે પરથી પસાર થતા કોજળી ગામના ૭૦ વર્ષીય વળદ્ધ ખેડૂત ભીખાભાઈ કાનજીભાઈ બાવળીયા પાણીના પ્રવાહમાં તણાયા. ફાયરની ટીમે શોધખોળ બાદ હાઈવે પર પેટ્રોલ પંપ પાસેથી તેમનો મળતદેહ મળ્યો.
ડૌગી નદીના પાણીમાં અમદાવાદથી આવતા ચૌહાણ પરિવારની અલ્ટિગા કાર તણાઈ હતી. કારમાં સવાર ૮ લોકોનો સ્થાનિકો અને JCBની મદથી આબાદ બચાવ થયો. મહુવા શહેરની વશિષ્ઠ નગર, ખોડિયાર નગર સહિત અનેક સોસાયટીઓમાં પાણી ઘૂસ્યા. ગાર્ડન રોડ, કોલેજ રોડ, હોસ્પિટલ રોડ સહિતના મુખ્ય માર્ગો પર ગોઠણડૂબ પાણી ભરાયા. બિલડી, નેસવડ, કણકોટ સહિત અનેક ગામોમાં ઘરોમાં પાણી ઘૂસ્યા હતા.
મહુવા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે બાઢડા પાસે કોઝવે પાણીમાં ગરકાવ થતા બંધ કરી દેવામાં આવ્યો. શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વીજળી ગુલ થઈ. અનેક વળક્ષો ધરાશાયી થયા. ખેતરોમાં મોટા પ્રમાણમાં ધોવાણ થયું. તંત્ર દ્વારા અનેક ગામોને એલર્ટ આપવામાં આવ્યા છે.
વહીવટી તંત્ર દ્વારા સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. નાગરિકોને નદી-નાળા પાર ન કરવા અને સાવધાન રહેવા અપીલ કરાઈ છે. (તસ્વીરઃ ઓનિક વસાયા, મહુવા)
(11:44 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
