<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 9th September 2026

ધ્રોલના ગ્રામ્ય પંથકમાં અચાનક મેઘરાજાની એન્ટ્રી :જુઓ વિડિયો

લાંબા વિરામ બાદ અચાનક વરસાદ શરૂ થતાં સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ : સ્થાનિક ખેડૂતો તેમજ ગ્રામજનોમાં ખુશીની લહેર

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ તા.૯ : જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આજે બપોરે ત્રણ વાગ્યા બાદ વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે. ધ્રોલ તાલુકાના હમાપર, ખીજડીયા, ઈટાળા અને માનસર સહિતના આસપાસના ગામોમાં આકાશમાં કાળાડિબાંગ વાદળો ઘેરાયા બાદ અચાનક વરસાદ શરૂ થયો છે.  

લાંબા વિરામ બાદ અચાનક વરસાદ શરૂ થતાં સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ છે અને સ્થાનિક ખેડૂતો તેમજ ગ્રામજનોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.

 

(4:42 PM IST)