તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 14th September 2026
ધોરાજીમાં સતત બીજા દિવસે પણ મેઘરાજાની અવિરત એન્ટ્રી ખેડૂતોમાં ખરા અર્થમાં ખુશી જોવા મળી
ગણેશ ચતુર્થીમાં ખેડૂતો ઉપર ખરા અર્થમાં ગણપતિ બાપાએ કૃપા કરી અને મેઘરાજાએ સમગ્ર વિસ્તારમાં ધમાકેદાર એન્ટ્રી કરી

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી:ધોરાજીમાં સતત બીજા દિવસે પણ મેઘરાજાની અવિરત એન્ટ્રી ખેડૂતોમાં ખરા અર્થમાં ખુશી જોવા મળી હતી
છેલ્લા ઘણા સમયથી વરસાદ ખેંચાતા ખેડૂતો તેમજ આમ જનતા ખૂબ જ ચિંતામાં મુકાઈ ગયા હતા અને પાક બચાવો તે બાબતે પણ અનેક પ્રાર્થનાઓ થતી હતી પરંતુ કોઈ પ્રકારે મેઘરાજા વરસતા ન હતા શ્રાવણ મહિનો આખો પૂર્ણ થઈ ગયો છતાં પણ મેઘરાજાની એન્ટ્રી નહીં થતા અંતે ગણેશ ચતુર્થીના પાવન દિવસે સમગ્ર વિસ્તાર અને સૌરાષ્ટ્રમાં ગણપતિ બાપ્પા મોરિયાના નાદ સાથે મેઘરાજાએ પણ ધમાકેદાર એન્ટ્રી કરતા રવિવારથી ધીમીધારે વરસાદ શરૂ થતા સતત બીજા દિવસે સોમવાર રાત સુધી ધીમીધારે વરસાદ ચાલુ રહેતા ખેડૂતોમાં ખરા અર્થમાં ખુશી જોવા મળી હતી અને ગણેશ ચતુર્થીએ ગણપતિ બાપાના ભોજન અર્જનની સાથે લાડવા પ્રસાદ પણ બાટવામાં આવ્યો હતો
(8:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
