<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 2nd July 2026

કેશોદ પંથકને આખી રાત ‘નવડાવતા' મેઘરાજાઃ ૮ ઇંચ વરસતા એનડીઆરએફ ટીમ તૈનાત

મામલતદાર સંદિપકુમાર મહેતાની આગેવાનીમાં તંત્ર એલર્ટ

( સંજય દેવાણી દ્વારા ) કેશોદ, તા.૨: ગઈકાલે મધ્‍યાહનના ૧૨ કલાક ના અરસામાં ઉભું થયેલ મેઘાવી વાતાવરણ આજ સવાર સુધી યથાવત રહેવા પામેલ છે.  મેઘરાજાએ આખી રાત વરસીને કેશોદ વિસ્‍તાર વિસ્‍તાર ની ઘરાને ‘નવડાવા'નુ ચાલુ રાખતા આજ સવારના ૧૧ વાગ્‍યા સુધીમાં કુલ આઠ ઇંચ જેવો વરસાદ નોંધાયેલ છે. વરસાદથી સર્વત્ર પાણી.... પાણી.... થઈ જવા પામેલ છે. આ અંગે મામલતદાર શ્રી સંદીપકુમાર મહેતા નો સંપર્ક કરતા તેઓએ જણાવેલ કે, આજ સવારના છ વાગ્‍યા સુધીમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૩૨  મી.મી. વરસાદ નોંધાયા બાદ સવારના ૬ થી ૧૦ દરમિયાન વધુ ૪૫ મી.મી. વરસાદ પડતા સિઝનનો ફુલ ૧૭૭  મી.મી.  ( ૭ ઇંચ) વરસાદ નોંધાયેલ છે.

વધુમાં શ્રી મહેતાએ જણાવેલ હતું કે, આખી રાત વરસાદ ધીમીધારે શાંત રીતે વરસેલ છે. અને બધું જ પાણી જમીનમાં ઉતરેલ છે. રાત્રિના ૨ થી ૩  ના અરસામાં વરસાદની તીવ્રતા વધુ જોવા મળેલ હતી.  ગ્રામ્‍ય વિસ્‍તારોમાં પણ સારો વરસાદ છે.  કયાંય વરસાદને કારણે કોઈ નુકસાની જણાયેલ નથી. સ્‍થાનિક શહેર તથા ગ્રામ્‍ય વિસ્‍તારોમાં આખી રાત સ્‍થિતિ પર વહીવટી તંત્ર દ્વારા નજર રાખવામાં આવેલ છે. જો કોઈ જરૂર પડે તો એન.ડી. આર. એફ. ની ટીમને પણ અત્રે તૈનથી કરવામાં આવેલ છે. એન. ડી. આર. એફ. ની ટીમ ગતરાત્રિના અત્રે પહોંચતા અમોએ તેમના માટે પેથલજીભાઈ આહીર સમાજમાં રહેવા માટે વ્‍યવસ્‍થા કરી કરી આપેલ છે. વાવણી જોગો વરસાદ થઈ જતા ખેડૂતો પણ ખુશખુશાલ જણાઈ રહ્યા છે. દરમિયાન પ્રથમ વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી જેવા પામેલ છે. ભારે રાહ જોવડાવ્‍યા બાદ મેઘરાજાનું ધમાકેદાર આગમન થતા ખેડૂતો સહિતના લોકો ભારે ઉત્‍સાહમાં આવી ગયેલ છે. ગઈકાલે સાંજના છ વાગ્‍યા સુધીમાં લગભગ સવા ઇંચ વરસી ગયા બાદ રાત દરમિયાન વધુ વરસાદ પડતા સીઝન નો નોંધપાત્ર સૌ પ્રથમ વરસાદ કુલ સાત ઇંચ જેવો નોંધાયેલ છે.  જોકે આ સીઝનનો સૌપ્રથમ વરસાદ હોય  મોટાભાગનું પાણી જમીનમાં સોસાઈ જતા  દિવસ  દરમિયાન સવા ઇન્‍ચ બાદ રાત્રિના એકધારો જેવો વરસાદ છતાં  સવારે ખાસ પાણી જોવા ન મળતા એક તબક્કે લોકો આヘર્યમાં મુકાઇ ગયા હતા કે શું ખરેખર જેવો વરસાદ પડી ગયો?

  આજે સવારે ૧૧: ૦૦ કલાકે આ સમાચાર લખાઈ રહ્યા છે ત્‍યારે પણ ધોધમાર વરસાદ વરસી રહેલ છે. સવારના ૧૦ વાગ્‍યા સુધીમાં ૭ જેવો વરસાદ નોંધાયા બાદ સવારના ૧૦ થી ૧૧ઇંચ દરમિયાન વધુ એક જેવો વરસાદ પડતા કુલ આઠ વરસાદ થવા પામેલ છે.(તસ્‍વીરઃ :માધવ દેવાણી - કેશોદ) 

(12:17 PM IST)