News of Wednesday, 1st July 2026
જૂનાગઢ જિલ્લામાં મેઘરાજા મહેરબાન: બલીયાવડ, દોલતપરા અને ઉપલેટાના સતવડીમાં ધોધમાર વરસાદ, ખેડૂતો ખુશખુશાલ
બલીયાવડમાં વાવણી લાયક વરસાદ : જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ પાસે 45 મિનિટથી અવિરત વરસાદ : સતવડી પંથક પણ તરબોળ

જૂનાગઢ-મોટી પાનેલી તા.૧ જૂનાગઢ જિલ્લામાં આજે બપોર બાદ મેઘરાજાએ મહેર કરી છે. જિલ્લાના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે અને ખેડૂતોમાં આનંદ છવાયો છે.
બલીયાવડ તાલુકામાં આજે સારો વરસાદ નોંધાયો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ આ વરસાદ ખરીફ પાકની વાવણી માટે ખૂબ જ લાયક છે. લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે આ વરસાદ આશીર્વાદરૂપ બન્યો છે.
જૂનાગઢ શહેરના દોલતપરા વિસ્તારમાં માર્કેટિંગ યાર્ડ પાસે બપોરે 3 વાગ્યાની આસપાસ સારો વરસાદ શરૂ થયો હતો. અહેવાલો મુજબ પોણા કલાકથી અવિરત વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે રસ્તાઓ પર પાણી વહેતા થયા છે.
આ ઉપરાંત ઉપલેટા તાલુકાના સતવડી પંથકમાં પણ આજે 1 જુલાઈના રોજ વરસાદ નોંધાયો છે. સમગ્ર પંથકમાં વરસાદી માહોલ જામતા લોકોને ગરમી અને બફારાથી રાહત મળી છે.(-વિનુ જોષી(જુનાગઢ)ચંદ્રેશ હિરાણી-મોટી પાનેલી)
(3:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
