તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 2nd July 2026
જૂનાગઢમાં મેઘરાજાની તોફાની બેટીંગ : માંગરોળ અને કેશોદમાં 11 ઇંચ ખાબકતા સર્વત્ર જળબંબાકારની સ્થિતિ:NDRFની ટીમ સ્ટેન્ડબાય
માંગરોળ અને કેશોદ પંથકમાં સતત પડી રહેલા ભારે વરસાદના કારણે ખેતરો બેટમાં ફેરવાઈ ગયા: જૂનાગઢ-માંગરોળ સ્ટેટ હાઈવે પર દોઢ ફૂટ જેટલા પાણી વહેવા લાગતા વાહન ચાલકો અટવાયા

જૂનાગઢ જિલ્લામાં આભા ફાટ્યું હોય તેમ સતત 14 કલાકથી પડી રહેલા વરસાદના કારણે ઠેર-ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.
ગાંધીનગર સ્થિત સ્ટેટ ઈમરજન્સી ઑપરેશન સેન્ટર દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર, આજે સવારે 6 થી રાતના 8 વાગ્યા સુધીના 14 કલાકના સમયગાળા દરમિયાન રાજ્યના 157 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જે પૈકી જૂનાગઢ જિલ્લામાં તો વહેલી સવારથી જ મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે.
આજે આખા દિવસ દરમિયાન જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં સૌથી વધુ 273 મિ.મી (10.75 મિ.મી), કેશોદમાં 272 મિ.મી (10.7 ઈંચ), માણાવદરમાં 226 મિ.મી (8.9 ઈંચ), માળિયા હાટીનામાં 218 મિ.મી (8.5 ઈંચ), વિસાવદરમાં 103 મિ.મી (4 ઈંચ), વંથલીમાં 99 મિ.મી (3.9 ઈંચ) અને જૂનાગઢ શહેરમાં 62 મિ.મી (2.4 ઈંચ) વરસાદ ખાબક્યો છે.
ખાસ કરીને માંગરોળ અને કેશોદ પંથકમાં સતત પડી રહેલા ભારે વરસાદના કારણે ખેતરો બેટમાં ફેરવાઈ ગયા હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. જૂનાગઢ-માંગરોળ સ્ટેટ હાઈવે પર દોઢ ફૂટ જેટલા પાણી વહેવા લાગતા વાહન ચાલકો અટવાયા હતા.
(11:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
