News of Thursday, 2nd July 2026
સોરઠમાં મેઘતાંડવ :36 કલાકમાં માળિયા હાટીના 16 ઇંચ અને માંગરોળ 13 ઈંચ વરસાદથી સર્વત્ર જળ બંબાકાર
કેશોદમાં 11 ઈંચ, વંથલીમાં 05, માણાવદરમાં 5, તાલુકામાં 3 ઈંચ વરસાદ:સૂત્રાપાડા 5.16 ઇંચ વરસાદ,પાટણ-વેરાવળ ગીર સોમનાથમાં 4.09 ઇંચ, કોડીનારમાં 2.48 ઇંચ, તાલાલામાં 2.28 ઇંચ અને ઉનામાં 1.06 ઇંચ વરસાદ નોંધાયો

ગુજરાતમાં લાંબા વિરામ બાદ અંતે મેઘરાજાએ મન મોકળુ કર્યું છે અને ચોમાસાએ ધમાકેદાર એન્ટ્રી કરી હોય તેમ આજે સવારે છ વાગ્યે પુરા થતાં 24 કલાક દરમિયાન 107 તાલુકામાં ઝાપટાથી માંડી 8 ઈંચ વરસાદ નોંધાયો હતો.
જે બાદ આજે સવારથી મેઘરાજાએ સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં ધુંવાધાર બેટીંગ કરી હોય તેમ ચાર વાગ્યા સુધીના 36 કલાક દરમિયાન માંગરોળમાં 13, સુત્રાપાડામાં 11, માળીયા હાટીનામાં 16, કેશોદમાં 11 ઈંચ, વંથલીમાં 05, માણાવદરમાં 5, તાલુકામાં 3 ઈંચ વરસાદ પડી જતાં ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાયેલ છે.
આ ઉપરાંત આજે સવારે 6 થી સાંજે ચાર વાગ્યા સુધીમાં કંટ્રોલરૂમના આંકડા અનુસાર, કુલ 86 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જે પૈકી સૌથી વધુ વરસાદ જૂનાગઢના માંગરોળમાં નોંધાયો છે.
જૂનાગઢ જિલ્લાના માંગરોળ 8.94 ઇંચ વરસાદ.માળિયા હાટીના 5.98 ઇંચ, કેશોદ 5.87 ઇંચ વરસાદ, માણાવદર 4.65 ઇંચ, વંથલીમાં 3.31 ઇંચ અને જૂનાગઢ શહેર 1.65 ઇંચ વરસાદ નોંધાયો છે. ગીર સોમનાથ સહિત સૂત્રાપાડા 5.16 ઇંચ વરસાદ, (પાટણ-વેરાવળ ગીર સોમનાથ)માં 4.09 ઇંચ, કોડીનારમાં 2.48 ઇંચ, તાલાલામાં 2.28 ઇંચ અને ઉનામાં 1.06 ઇંચ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદના પગલે સૌરાષ્ટ્રના જળાશયોમાં નવા નીરની આવક થઈ છે, જેના પગલે ધરતીપુત્રોમાં ખુશીની લહેર છવાઈ જવા પામી છે.
(10:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
