<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd November 2026

માતાપિતાની પુણ્યસ્મૃતિમાં ભુજના ગૌવંશ સેવાધામને એક લાખ રૂપિયાનું અનુદાન અપાયું

શ્રી અજરામર ટ્રસ્ટ દ્વારા ભુજ વાંકી તીર્થ રોડ ઉપર ભારાપર પાસે જીવદયા સંકુલનું નિર્માણ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૩ :  કચ્છ જિલ્લામાં વિવિધ સેવાકીય પ્રવૃતિ દ્વારા ૨૭ વર્ષથી કાર્યરત શ્રી અજરામર ટ્રસ્ટના જીવદયા પ્રકલ્પ “ગૌવંશ સેવાધામ” ને માતાપિતાની પુણ્યસ્મૃતિમાં માતબર રકમનું અનુદાન આપવામાં આવ્યું હતું.

  મૂળ વાગડના બાલાસરના વતની હાલે ઘાટકોપર મુંબઈ સ્થિત ધર્મપ્રેમી ભોગીલાલભાઈ અને રસિકભાઈ માવજીભાઈ વોરા તરફથી માતુશ્રી મણીબેન માવજીભાઈ સ્વરૂપચંદ વોરાની પુણ્યસ્મૃતિમાં ગૌવંશ સેવાધામને જીવદયા કાર્ય માટે એક લાખ રૂપિયાની માતબર રાશી અર્પણ કરવામાં આવી હતી.

 કચ્છ વાગડ અને મુંબઈની અનેક સામાજિક અને ધાર્મિક સંસ્થાઓમાં પુણ્યાનુબંધી પુણ્યથી પ્રાપ્ત લક્ષ્મીને મહા લક્ષ્મી બનાવવા હંમેશા ઉદારતાથી અનુદાન આપી સહયોગી બનતા વોરા બંધુઓ જીવદયાના કાર્યમાં પણ ઉદારભાવના સાથે પાંજરાપોળ અને ગૌશાળામાં અનુદાન આપી રહ્યા છે ત્યારે શ્રી અજરામર ટ્રસ્ટના આ ગૌ વંશ સેવાના કાર્યમાં આર્થિક સહયોગ આપી સહભાગી બનતા શ્રી અજરામર ટ્રસ્ટના દરેક ટ્રસ્ટીઓ વતી સંસ્થાના સ્થાપક ટ્રસ્ટી મયુર બોરીચાએ આભારની લાગણી વ્યક્ત કરી ઉદારદિલ દાતાની ભાવનાને બિરદાવી હતી, બન્ને બંધુ બેલડીએ સંસ્થાના જીવદયા પ્રકલ્પ ગૌવંશ સેવાધામને ભવિષ્યમાં વધુ સહયોગની ખાતરી આપી હતી.

(9:34 AM IST)