તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 14th July 2026
ભવનાથ નજીક આધેડની છરીના ઘા ઝીંકી હત્યા
જૂનાગઢમાં વાઘેશ્વરી મંદિર પાસે 3 શખસ તૂટી પડ્યા: 7 વર્ષથી એકલા રહેતા ભરત મકવાણાની હત્યા, પોલીસે તપાસ હાથ ધરી

(વિનુ જોશી દ્વારા)જૂનાગઢ તા.૧૪ : જૂનાગઢ શહેરના ભવનાથ વિસ્તારમાં આવેલ વાઘેશ્વરી મંદિર પાસે આધેડની છરીના ઘા ઝીંકીને હત્યા કરાયાની ઘટના સામે આવી છે. બનાવને લઈને સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.
મળતી માહિતી મુજબ મૃતકનું નામ ભરત મકવાણા છે. તેઓ છેલ્લા 7 વર્ષથી એકલા રહીને જીવન ગુજારતા હતા. પ્રાથમિક માહિતી અનુસાર 3 શખસોએ ભરત મકવાણા પર હુમલો કરી છરીના ઘા ઝીંક્યા હતા. હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા ભરત મકવાણાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.
ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો છે અને આસપાસના CCTV ફૂટેજ તપાસીને આરોપીઓને ઝડપી પાડવા માટે તપાસ શરૂ કરી છે.
હાલ પોલીસ દ્વારા હત્યાનું કારણ અને આરોપીઓની ઓળખ અંગેની તપાસ કરવામાં આવી રહી છે.(તસ્વીર:મુકેશ વાધેલા, જૂનાગઢ)
(2:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
