તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 29th September 2026
તળાજામાં આધેડની જાહેર રોડપર વૃક્ષ પર ફાંસો ખાઈ આત્મહત્યાઃ વ્યાજંકવાદનો આરોપ

(વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, તા.૨૯: ભાવનગર જિલ્લાના તળાજા શહેર પંથકમા વ્યાજંકવાદ વર્ષોથી ફુલ્યોફાલેલ છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા ઉંચા વ્યાજનો ભોગ બનાનરને પોલીસે મદદ કરશે તેવું સતત આશ્વાસન છતાંય પોલીસ પાસે જવાના બદલે વ્યાજંકવાદની પીડા સહન કરવામાં આવી રહી છે. એ પીડા અસહ્ય બને એટલે આત્મહત્યા કરીને જીવન ટૂંકાવી દેવામા આવે છે ની ઘટના આજે સૂર્યના પહેલા કિરણો સાથે જ પ્રકાશમા આવી છે. ગેરેજ ચલાવતા આધેડએ પોતાની દુકાન સામે જ જાહેર રોડ પર રાત્રી દરમિયાન વળક્ષપર ચઢી, દોરી વડે ગળેફાંસો ખાઈ ટીંગાઈ જઈને મોત વ્હાલું કર્યું છે મળતકના ખિસ્સામાંથી નીકળેલ ચિઠ્ઠીમા આત્મહત્યા કરનાર આધેડ એ જીવનની છેલ્લી ઘડીએ લખેલી વેદના લોકો સામે આવતા અરેરાટી ફેલાઈગઈ છે.
મૂળ તળાજાના દીનદયાળનગર (ખારો)ના રહેવાસી અને હાલ પાવઠી ગામે રહેતા તથા ગોપનાથ રોડ પરના પેટ્રોલ પમ્પ નજીક ભાડેની દુકાનમા ઝાંઝર બોડી ગેરેજ ચલાવતા ફિરોજશા હુસેનશા પટ્ટણી(મુન્ના પટ્ટણી) ઉ.વ.આ.૫૧ ની લાશ આજે આજ રોડ પરના વળક્ષપરથી વહેલી સવારે લટકતી જોવા મળી હતી. બનાવને લઈ લોકોના ટોળા વળ્યાં હતા. સફેદ દોરી વડે ગળે ફાંસો ખાધો હતો.
મળતકને હોસ્પિટલ લાવતા તેમના ખિસ્સામાંથી બે પેજની ચિઠ્ઠી નીકળી હતી. જેમા મળતકનો છેલ્લી ઘડીના શબ્દોમા આરોપ હતો કે આઠ વ્યક્તિના જુલ્મ અને ત્રાસના કારણે મારે આ પગલુ ભરવું પડે છે. મને મરવા મજબુર કરનાર છે. આઠ વ્યક્તિના નામ સરનામાં સાથે લખ્યા છે. જેમાં ઉપર જમાવેલ વ્યક્તિ ૨૦% વ્યાજ લે છેનો પણ ઉલ્લેખ કરેલ છે. મળતકના ભાઈએ જણાવ્યુ હતું કે પોલીસ મળતકનો મોબાઈલ અને ચિઠ્ઠી કબ્જે લીધા છે. મુન્નાભાઈ પટ્ટણીના ચાર સંતાનો પિતા વિહોણા બન્યા છે. આવળક્ષની સામેના જ વળક્ષપર થોડા સમય પહેલા એક વ્યક્તિએ ગળેફાંસો ખાધો હતો. આ સ્થળ પર બીજો બનાવ છે. મળતકએ વળક્ષપરથી લટકયો ત્યારે છેલ્લે તેના હાથમાં વળક્ષનું પાંદડું જોવા મળ્યું હતું. મળતકના ભાઈ ફારૂકભાઈ પટ્ટણી એક સામાજિક કાર્યકર છે. તેઓએ જણાવ્યું હતુ કે લેણાવાળાના કારણે પોતાના ભાઈને તળાજા છોડીને પાવઠી જતું રહેવું પડયું. પોતાના નામે પ્લોટ હતો એ પ્લોટ પણ દોઢેક વર્ષ પહેલાં પરિવારના સભ્યને રૂપિયા પાંચ-સાડાપાંચ લાખમા વેચી દીધો દેવું ચૂકતે કરવા માટે. મળતક મુન્નાભાઈ પટ્ટણીના પાવઠી સ્થિત રહેઠાણ સ્થળે ગઈકાલે બહેન સહિતના મહેમાનો આવ્યા હતા. બધા જ સાથે જમ્યા મોડી રાત સુધી બધાજ બેઠા, વાતો કરી હતી. આઠ વ્યક્તિના જુલ્મ અને ત્રાસના કારણે અંતિમ પગલું ભરનારના અંતિમ શબ્દોમાં ૮ પૈકીના એક ભાવનગરના વતની છે. સીટી બસ ચલાવતા હોવાનો ઉલ્લેખ સાથે રૂ.૨.૮૦ લાખ લીધા હતા. તેના બદલામાં ચેક આપેલ હતા..રૂ.૩.૩૦ લાખ ચૂકવી દીધા છતાં ય ચેક પરત આપતા નથી.
(11:28 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
