તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 18th June 2026
ભચાઉમાં સવા પાંચ લાખના ગાંજા સાથે પરપ્રાંતીય ઝબ્બે

ભુજ, તા., ૧૮ : પોલીસ મહાનિરીક્ષક ચીરાગ કોરડીયા બોર્ડર રેન્જ, ભુજ-કચ્છ તથા પોલીસ અધિક્ષકથી સાગર બાગમાર પુર્વ કચ્છ ગાંધીધામનાઓ દ્વારા સુચના મળેલ જે અનુસંધાને ભચાઉ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર ડી. ડી. ઝાલા ભચાઉ પોલીસ ટીમ NDPS ના કેસો શોધવા સતત પ્રયન્શીલ હતી જે દરમ્યાન પોલીસ હેડ કોન્સટેબલ નરેન્દ્રસિંહ જયમલસિંહ પ૨મા૨ હકીકત અન્વયે એક ઈશમ ધરણીધર દુર્ગાચરણ જાતે રાઉત રહે મકાન નંબર ૪૧ રાધેનગર યશોદાધામ તા.ભચાઉવાળો પોતાના કબજા ભોગવટાના રહેણાક મકાનમાં ગે.કા રીતે માદક પદાર્થ ગાંજાનો જથ્થો રાખી વેચાણ કરે છે અને હાલે વેચાણ ચાલુમા છે. જેથી તાત્કાલિક તે જગ્યા ઉપર ટીમ સાથે જઈ રેઈડ કરી ઝડતી તપાસ કરતા મજકુર પાસેથી ૧૦ કિલો ૬૭૪ ગ્રામ ગાંજા કિંમત રૂા. પ લાખ ૩૩ હજાર ૭૦૦ નો માદક પદાર્થ મળી આવેલ હોય ગુન્હો દાખલ ક૨વામા આવેલ છે.(૧) ધરણીધર રહે મુળ ગામ અનંતપુર જયાનગર પોસ્ટ રાજડનીડા જી.કેન્દ્રપરા ઓડીસાનો રહીશ છે અને પકડવાનો બાકી આરોપી ) કાલુભાઈ ઓડીસા ખાતે આવેલ જગનનાથ પુરી પાસે આવેલ નિમાપરા ગામ વાળો છે.
આ કામગીરી નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંબડા (ભચાઉ) તથા ભચાઉ પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે.
(11:43 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
