તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Monday, 20th April 2026
લાલપુર નજીક પડાણા ગામમાં પોલીસ આવવાની ભીતિથી પરપ્રાંતિય શ્રમિકે છલાંગ લગાવી ભાગવા જતાં પટકાઈ પડવાથી કરૂણ મૃત્યુ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૨૦:લાલપુર તાલુકાના પડાણા ગામમાં એક વિચિત્ર દુર્ઘટના સર્જાઈ છે. પોલીસ આવી જવાની ભીતીને લઈને એક પર પ્રાંતિય શ્રમિકે ઉપરથી છલાંગ લગાવી ભાગવા જતાં નીચે પટકાઈ પડ્યો હતો, અને માથું ફાટી જવાથી તેનું કરુણ મળત્યુ નીપજ્યું છે. આ બનાવને લઈને ભારે ચકચાર જાગી છે.
પડાણા ગામે રહેતા બલજીતસિંહ મખનસિંહ (ઉંમર ૫૧), મૂળ અમળતસર (પંજાબ)ના રહેવાસી અને હાલ મજૂરી કામ કરતા હતા, તેઓ પોતાના રૂમમાં કોઈ વ્યક્તિઓ સાથે બોલાચાલી કરી રહ્યા હતા.
આ દરમિયાન કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા ૧૧૨ ઇમર્જન્સી સેવા પર કોલ કરવામાં આવતાં પોલીસની જનરક્ષક ગાડી સ્થળ પર પહોંચી હતી. પોલીસ આવી પહોંચતાં બલજીતસિંહ ગભરાઈ જતા પોતાના રૂમ પરથી નીચે કૂદકો માર્યો હતો.
કૂદકા દરમિયાન તેઓ નીચે પડેલા પથ્થર પર પડતાં માથાના પાછળના ભાગે ગંભીર ઈજાઓ તથા શરીરે અન્ય ઇજાઓ પહોંચી હતી. તેમને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના ડોક્ટરે તપાસ કરી તેમને મળત જાહેર કર્યા હતા.
આ બનાવ અંગે મેઘપર (પડાણા) પોલીસ સ્ટેશનના એએસઆઈ વી.સી. જાડેજા દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે
(10:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
