તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 21st October 2026
તાલાલા ક્ષેત્રમાં બપોરે ભુકંપનો હળવો આંચકો : રિકટર સ્કેલ પર ર.૯ ની નોંધણી
તાલાલાથી ૧૪ કિ.મી. દુર કેન્દ્રબિન્દુ : કંપન પૃથ્વીની સપાટીથી પ કિ.મી. ઉંડાઇએ

રાજકોટ, તા., ૨૧ : જુનાગઢ ક્ષેત્રમાં આજે બપોરે ભૂકંપનો હળવો આંચકો અનુભવાયો હતો. બપોરે ૧૨.૩૩ વાગ્યે નોંધાયેલા આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૨.૯ મેગ્નિટયૂડ નોંધાઈ હતી. ગાંધીનગર સ્થિત ઈન્સ્ટિટયૂટ ઓફ સીસ્મોલોજિકલ રિસર્ચ અને સિસ્મોલોજી વિજ્ઞાન કેન્દ્રના સુત્રોના કહેવા મુજબ આ ભૂકંપનું કેન્દ્રબિંદુ જૂનાગઢ અને ગીર સોમનાથ સરહદ નજીક આવેલા તાલાળાથી ઉત્તર-ઉત્તરપૂર્વ દિશામાં આશરે ૧૪ કિલોમીટર દૂર નોંધાયું હતું. ભૂકંપનું ચોક્કસ ભૌગોલિક સ્થાન ૨૧.૨૦૩ ડિગ્રી ઉત્તર અક્ષાંશ અને ૭૦.૫૧૯ ડિગ્રી પૂર્વ રેખાંશ પર સ્થિત હતું. આ કંપન પળથ્વીની સપાટીથી આશરે ૫ કિલોમીટરની ઊંડાઈએથી ઉદભવ્યું હતું.તાલાળા શહેર તેમજ તેની આજુબાજુના ગામડાઓમાં સ્થાનિક રહીશોએ ઘરના વાસણો કે પંખા હલતા અનુભવ્યા હોવાની વિગતો સામે આવી છે. જોકે, ભૂકંપની તીવ્રતા ૨.૯ની ઓછી ક્ષમતા ધરાવતી હોવાના કારણે કોઈ પણ પ્રકારની જાનમાલની નુકશાનની કોઇ વિગતો નથી.
(2:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
