તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 12th May 2026
સુરેન્દ્રનગરની સુખભાદર નદીને કોતરી ખનિજ ચોરી
૭૧.૩૨ લાખનો મુદામાલ જપ્તઃ એકની ધરપકડ

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા.૧૨: ચોટીલા તાલુકાના સુખભાદર નદીમાં ગેરકાયદેસર રીતે ખોદકામ કરી અને રેતી ચોરી કરવામાં આવતા દરોડા પાડી અને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી નાયબ કલેક્ટર ચોટીલા એચ.ટી.મકવાણા અને તેમની ટીમ દ્વારા ચોટીલા તાલુકાનું છેવાડે આવેલ ગામ મોજે.ચિરોડા(ભાદર), ખાતે આવેલ સુખભાદર નદીમાં આકસ્મિક દરોડાં પાડતા, નદીના પટને ખોદી પ્રાપ્ત થયેલ માટી રેતીને ચારણામાં ચાળી કાળી રેતી એકત્ર કરવામાં આવતી હતી અને ત્યારબાદ ડમ્પરોમાં ગેરકાયદેસર વહન કરવામાં આવતું હતું.તેમજ આ ઈસમો છેલ્લા આઠ- દસ દિવસથી રાત્રિના સમયે કાળી રેતીની ચોરી કરતા હતા.
જે વિગતો ના આધારે ડેપ્યુટી કલેક્ટર અને તેમની ટિમ દ્વારા ગુપ્ત રસ્તાએથી આવી આ નદીના પટમાં ચાલતા ખનન પર દરોડા પાડવામાં આવેલા હતા. આ જગ્યાએ ખૂબ જ મોટા પ્રમાણમાં ગેરકાયદેસર કાળી રેતી નું ખનન, વહન કરતાં કુલ રૂ.૭૧,૩૨,૦૦૦/ ( અંકે એકોતેર લાખ બત્રીસ હજાર પુરા) નો મુદામાલ જપ્ત કરવામાં આવેલ છે.
દરોડા દરમિયાન એક ડમ્પર લોડર મશીન એક ટ્રેક્ટર અને ટોલી રેતી ચાળવાનો ચારણો આશરે ૧૨૦ ટન કાળી રેતી સહીતનો મુદામાલ જપ્ત કરી અને મામલતદાર કચેરી, ચોટીલા ખાતે ખસેડવામાં આવેલ છે આ ગેરકાયદેસર પ્રવૃતિ ચિરોડા ના રહેવાસી જોગીદાસ ભુરાભાઈ ખાચર જસદણના રહેવાસી જેસાભાઇ ભરવાડ ચલાવતા હતા.
(11:13 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
