News of Wednesday, 25th November 2026
ભુજમાં ખાણ-ખનિજ વિભાગનો સપાટો: રેલડી ગામ પાસે છ ઓવરલોડ વાહનો ઝડપ્યા
રોયલ્ટી પાસ કરતાં વધુ સાદી માટીનું વહન કરતાં વાહનો સામે કાર્યવાહી; અંદાજે રૂ. ૧.૫૦ કરોડનો મુદામાલ કબજે, પાંચેય તાલુકામાં ગેરરીતિઓ સામે તપાસ તેજ કરાશે

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૨૫ : કચ્છ પશ્ચિમ જિલ્લામાં ગેરકાયદેસર ખનન અને ખનિજ વહન સામે ખાણ-ખનિજ વિભાગે કડક કાર્યવાહી હાથ ધરી છે. ભુજ તાલુકાના રેલડી મોટી વિસ્તારમાં સઘન તપાસ દરમિયાન રોયલ્ટી પાસમાં દર્શાવેલા જથ્થા કરતાં વધુ સાદી માટીનું વહન કરતા છ વાહનો ઝડપી પાડવામાં આવ્યાં હતાં. આ કાર્યવાહી દરમિયાન અંદાજે રૂ. ૧.૫૦ કરોડનો મુદામાલ કબજે કરી તમામ વાહનોને કાયદેસરની કાર્યવાહી માટે પધ્ધર પોલીસ સ્ટેશન ખાતે સીઝ કરવામાં આવ્યાં છે.
જિલ્લા કલેક્ટરશ્રી અનિલકુમાર રાણાવાસિયાના માર્ગદર્શન હેઠળ અને ભૂસ્તરશાસ્ત્રીશ્રી ડી.એસ. બારિયાના નેતૃત્વમાં ભૂસ્તરશાસ્ત્રીની કચેરી દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી. વિભાગ દ્વારા ભુજ, માંડવી, નખત્રાણા, લખપત અને અબડાસા સહિત કચ્છ પશ્ચિમના પાંચેય તાલુકાઓમાં ખનિજ સંબંધિત ગેરરીતિઓ અટકાવવા સઘન દેખરેખ અને આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવશે. ખનિજ સંપત્તિનું સંરક્ષણ અને નિયમોના ભંગ સામે કડક કાર્યવાહી કરવાની ઝુંબેશ આગળ પણ ચાલુ રહેશે.
(9:24 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
