<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th November 2026

મોરબીના જુના સાદુળકા નજીક રેતી ચોરીમાં ખાણ ખનીજ વિભાગે ૬૧ લાખનો દંડ ફટકાર્યો

સરકારી ટીમ ઉપર હુમલો કરી મશીન ભગાડી જવાનો પ્રયાસ કર્યો'તો

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી તા ૪: મોરબી તાલુકાના જૂના સાદુળકા ગામ પાસે મચ્‍છુ નદીના પટમાં ગેરકાયદેસર રેતી ખનન અને ટીમ ઉપર હુમલો થયાના પ્રકરણમાં ભૂસ્‍તર વિજ્ઞાન અને ખનિજ ખાતા દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. આ કિસ્‍સામાં તંત્ર દ્વારા મચ્‍છુ નદીમાંથી ૧૭૬૬૩ મેટ્રિક ટન રેતીની ચોરી કરાઈ હોવાનું અનુમાન લગાવી આસામીઓને રૂ.૬૧ લાખના દંડ સાથે નોટિસ ફટકારી છે.

નોટિસમાં જણાવ્‍યા મુજબ ભૂસ્‍તરશાષાીની કચેરીના સર્વેયર દ્વારા સાદી રેતીના ગેરકાયદેસર ખોદકામની માપણી કરવામાં આવતા ચોંકાવનારા આંકડા સામે આવ્‍યા હતા. માપણી મુજબ કુલ ૧૭૬૬૩.૦૭ મેટ્રિક ટન સાદી રેતીનું બિન-અધિકળત રીતે ખનન કરવામાં આવ્‍યું હોવાનું ફલિત થયું હતું. આટલી મોટી માત્રામાં થયેલી રેતી ચોરી બદલ ખાતા દ્વારા જવાબદારોને કુલ ૬૧,૭૭,૧૮૩ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્‍યો છે. જેમાં ૧૭૬૬૩.૦૭ મેટ્રિક ટન રેતી માટે ૨૪૦ રૂપિયા પ્રતિ ટન લેખે ૪૨,૩૯,૧૩૭ રૂપિયા વસૂલવાનું નક્કી કરાયું છે. આ ઉપરાંત, નિયમો મુજબ ૨,૦૦,૦૦૦ રૂપિયાની કમ્‍પાઉન્‍ડીંગ ફી પણ આ દંડની રકમમાં ઉમેરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ૨૬ ઓક્‍ટોબર ૨૦૨૬ના રોજ આકસ્‍મિક તપાસ દરમિયાન એક્ષકેવેટર મશીનથી રેતી ચોરી થતી પકડાઈ હતી. મશીન સીઝ કરવાની કાર્યવાહી વખતે જયદીપસિંહ જીવુભા ઝાલા, માનવેન્‍દ્રસિંહ બલભદ્રસિંહ ઝાલા અને હરદીપસિંહ દિલીપસિંહ જાડેજા ગાડીઓમાં ધસી આવ્‍યા હતા. તેઓએ ગાળાગાળી કરી, સિકયુરિટી ગાર્ડને ઢીકા પાટુનો માર મારી અને ટીમને બીજીવાર નદીમાં આવશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તેઓએ મશીન ભગાડી મૂકયું હતું, પરંતુ બાદમાં તે જૂના સાદુળકા ગામના પાદરે વડલા નીચેથી બિનવારસી હાલતમાં મળી આવતા તેને જપ્ત કરી પોલીસ કસ્‍ટડીમાં સોંપાયું હતું અને ૨૭ ઓક્‍ટોબરના રોજ એફઆઈઆર પણ દાખલ કરવામાં આવી હતી.

(11:52 AM IST)