<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th September 2026

ચંડીગઢમાં ઓકટોબરે રમાનાર ભારત-વેસ્‍ટ ઇન્‍ડિઝ વચ્‍ચેની વન-ડે મેચમાં બોર્ડના ઓર્બ્‍ઝવર તરીકે જામનગરના નરેન્‍દ્રસિંહ

રણજી ટ્રોફીના પૂર્વ સિનીયર ક્રિકેટર જાડેજા હાલ બી.સી.સી.આઇ.ની એપેક્ષ કમિટીના સભ્‍ય તરીકે આપે છે સેવા

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૩૦: રણજી ટ્રોફીના પૂર્વ સિનીયર ક્રિકેટર જામનગરના નરેન્‍દ્રસિંહ જાડેજાને આગામી તા.૩ ઓકટોબરના રોજ ચંડીગઢ ખાતે રમાનારી ભારત-વેસ્‍ટ ઇન્‍ડિઝ વચ્‍ચેની વન-ડે મેચના બી.સી.સી.આઇ.ના ઓબ્‍ઝર્વર તરીકે નિયુક્‍ત કરવામાં આવ્‍યા છે.

જામનગરમાં કોલેજકાળ સુધીની શૈક્ષણિક કારકિર્દી દરમીયાન નરેન્‍દ્રસિંહ જાડેજા રણજી ટ્રોફી મેચમાં ક્રિકેટર તરીકે હતા એ પછી સૌરાષ્‍ટ્ર ક્રિકેટ એસો. દ્વારા તેઓ અનેક સ્‍થળો પર ક્રિકેટ ક્ષેત્રે વિવિધ જવાબદારીઓ સંભાળી રહ્યા છે. તાજેતરમાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બી.સી.સી.આઇ.)ની એપેક્ષ કમિટીના સભ્‍ય તરીકે નિયુકત્ત થયેલા છે. આ રીતે ભારતીય ક્રિકેટ જગતમાં તેઓ જામનગરનું નામ રોશન કર્યું છે.

(10:44 AM IST)