<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 15th October 2026

સુરેન્‍દ્રનગર જિલ્લામાં ખનન ઝડપાયું, ૮૪.૧૮ કરોડનો દંડ

એ.એસ.પી. દ્વારા મઢાદ ગામના સીમ વિસ્‍તારમાં આકસ્‍મિક રેડ

વઢવાણ તા.૧૫: વડવાળા અને બજરંગ ક્રશર પ્‍લાન્‍ટથી આગળ એક જગ્‍યાએ બ્‍લેકટ્રેપ ખનીજનું ગેરકાયદેસર ખોદકામ ઝડપી પાડવામાં આવ્‍યું હતું. સ્‍થળ પરથી ત્રણ એક્‍સકેવેટર મશીન અને બે બ્‍લેકટ્રેપ ખનીજ ભરેલ ડમ્‍પરો ખાણ-ખનીજ વિભાગ, સુરેન્‍દ્રનગર દ્વારા જપ્ત કરવામાં આવ્‍યા હતા.

ખાણ-ખનીજ વિભાગ દ્વારા ગેરકાયદેસર ખોદકામ વાળી જગ્‍યાની માપણી કરવામાં આવતા, આ જગ્‍યા વઢવાણ તાલુકાના મોટા મઢાદ ગામના સર્વે નં. ૬૬ જૂનો અને નવો ૧૯૪ પૈકી હોવાનું જણાયું હતું. જ્‍યાંથી કુલ ૩૩,૩૬,૭૨૭ મે.ટન બ્‍લેકટ્રેપ ખનિજનું બિનઅધિકળત રીતે ખનન/વહન થયેલ હોવાનું માલુમ પડ્‍યું છે. આ જગ્‍યા પર કોઈ લીઝ મંજૂર થયેલ નથી.

આ ગુનાહિત કળત્‍ય બદલ એસ.પી. દ્વારા આકસ્‍મિક રેડમાં (૧) નારુભાઈ રામભાઈ જાદવ, રહે-રતનપર, (૨) ભરતસિંહ ખુમાનસિંગ સોલંકી, રહે-કરમડ, તા.ચુડા, (૩) મનુભાઈ જોરુભાઈ રાઠોડ, રહે-મોટા મઢાદ, (૪) ખીમાભાઈ લધુભાઈ ધરજીયા, રહે-વેજળકા, તા.ચુડા, (૫) નારસંગભાઈ રામસંગભાઈ જાદવ, રહે-મોટા મઢાદ, (૬) વશરામભાઈ બચુભાઈ ઝીંઝુવાડીયા, રહે-સીતાગઢ, તા.સાયલા સામે કાર્યવાહી કરાઇ છે.

ઉપરોક્‍ત આરોપીઓને બ્‍લેકટ્રેપ ખનિજના ગેરકાયદેસર ખનન બદલ કુલ રૂ. ૮૪,૧૮,૦૨,૫૬૧/- (અંકે રૂપિયા ચોર્યાસી કરોડ અઢાર લાખ બે હજાર પાંચસો એકસઠ પૂરા) ની દંડકીય નોટિસ આપવામાં આવી છે. સમય મર્યાદામાં રકમ ભરપાઈ નહીં કરે તો આરોપીઓ વિરુદ્ધ  સેશન્‍સ કોર્ટમાં કેસ દાખલ કરવા તજવીજ હાથ ધરવામાં આવી છે

(1:12 PM IST)