<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 18th October 2026

જામનગરમાં રજવાડું ગરબામાં મંત્રી રિવાબા જાડેજાએ ખેલૈયાઓ સાથે મંડલી રાસની રમઝટ બોલાવી

તેમની સાથે મેયર, ચેરમેન સહિતના પદાધિકારીઓ પણ ગરબે ઘૂમ્યા:કાર્યક્રમમાં હજારો ખેલૈયાઓ ઉમટ્યા:રાજ્યમંત્રીને પોતાની વચ્ચે રાસ રમતા જોઈને ગરબા ગ્રાઉન્ડમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો

જામનગરમાં નવરાત્રિની ઉજવણી દરમિયાન રજવાડું ગરબામાં રાજકીય રંગ જોવા મળ્યો હતો. માયમ નવરાત્રીના ભવ્ય આયોજનમાં રાજ્યમંત્રી રિવાબા જાડેજાએ ખાસ હાજરી આપી હતી. તેમની સાથે શહેરના મેયર, ચેરમેન સહિતના પદાધિકારીઓ પણ ગરબાના રંગે રંગાયા હતા. રાજ્યમંત્રી અને અન્ય આગેવાનોએ ખેલૈયાઓ સાથે મંડલી રાસ રમીને નવરાત્રીના ઉત્સવની ઉજવણી કરી હતી. રાજ્યમંત્રીને પોતાની વચ્ચે ગરબા રમતા જોઈને ખેલૈયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

 

જામનગરના રજવાડું ગરબામાં આ વખતે રાજકીય આગેવાનોની હાજરી આકર્ષણનું કેન્દ્ર બની હતી. માયમ નવરાત્રિમાં ઉપસ્થિત રહેલા રાજ્યમંત્રી રિવાબા જાડેજાએ માત્ર કાર્યક્રમમાં હાજરી પૂરતી મર્યાદિત ન રહેતા ખેલૈયાઓ સાથે મંડલી રાસમાં ભાગ લીધો હતો. ગરબાના તાલે રાજ્યમંત્રીને રાસ રમતા જોઈને ઉપસ્થિત લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. આ પ્રસંગે પરંપરાગત ગરબાની સાથે ઉત્સવનો માહોલ વધુ જીવંત બન્યો હતો.

 

રાજ્યમંત્રી રિવાબા જાડેજાની સાથે જામનગરના મેયર, ચેરમેન અને અન્ય પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. તમામ આગેવાનોએ ખેલૈયાઓ સાથે મંડલી રાસમાં તાલ મિલાવ્યા હતા. સામાન્ય રીતે જાહેર કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેતા રાજકીય આગેવાનો આ વખતે ગરબાના મેદાનમાં ખેલૈયાઓ સાથે રાસ રમતા નજરે પડ્યા હતા.

 

 

જામનગરમાં આયોજિત માયમ નવરાત્રિમાં હજારોની સંખ્યામાં ખેલૈયાઓ ઉમટી પડ્યા હતા. ગરબાના તાલે ખેલૈયાઓએ ઉત્સાહભેર રાસની રમઝટ બોલાવી હતી. મોટી સંખ્યામાં લોકોની હાજરીને કારણે ગરબા ગ્રાઉન્ડમાં ઉત્સવનો માહોલ જોવા મળ્યો હતો. ખાસ કરીને રાજ્યમંત્રી રિવાબા જાડેજા અને અન્ય પદાધિકારીઓ ખેલૈયાઓ સાથે જોડાતા કાર્યક્રમનું આકર્ષણ વધ્યું હતું.

 

(5:46 PM IST)