<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th November 2026

પ્રથમ જ્‍યોર્તિલિંગ શ્રી સોમનાથ મહાદેવના દર્શને રાજ્‍યકક્ષાના મંત્રી ઈશ્‍વરસિંહ પટેલ

વૈદિક મંત્રોચ્‍ચાર વચ્‍ચે મંત્રી ઈશ્‍વરસિંહ પટેલે મહાદેવ સમક્ષ ગંગાજળ તેમજ પૂજા સામગ્રી અર્પણ કરી

ગીર સોમનાથ, તા.૬: જળસંપત્તિ અને પાણી પુરવઠાના રાજ્‍યકક્ષાના મંત્રી  ઈશ્વરસિંહ પટેલે રામમંદિર પાસેના ત્રિવેણી સંગમ સ્‍થળે સોમનાથ ભરતી નિયંત્રકની મુલાકાત લીધા બાદ શ્રી સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતાં.

મંત્રી ઈશ્વરસિંહ પટેલે શ્રદ્ધા ભાવપૂર્વક પ્રથમ જ્‍યોર્તિલિંગ શ્રી સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતાં. વૈદિક મંત્રોચ્‍ચાર વચ્‍ચે મંત્રી ઈશ્વરસિંહ પટેલે મહાદેવ સમક્ષ ગંગાજળ તેમજ પૂજા સામગ્રી અર્પણ કરી હતી.

સોમનાથ મંદિરના જનરલ મેનેજર  વિજયસિંહ ચાવડાએ મંત્રી ઈશ્વરસિંહ પટેલને સોમનાથ મહાદેવની તસવીર અને પ્રસાદભેટ અર્પણ કરી હતી.

શ્રી સોમનાથ મહાદેવ મંદિરના દર્શન સમયે મંત્રી ઈશ્વરસિંહ પટેલ સાથે પાણી પુરવઠા, સિંચાઈ વિભાગ, ક્ષાર-અંકુશના અધિકારીશ્રીઓ-કર્મચારીશ્રીઓ ઉપસ્‍થિત રહ્યાં હતાં

(10:59 AM IST)