News of Sunday, 26th April 2026
જામનગરમાં રાજ્યમંત્રી રિવાબા જાડેજાએ નિભાવી લોકશાહીની ફરજ : વોર્ડ નં. 5માં કર્યું મતદાન
સત્ય સાંઈ સ્કૂલ ખાતે મતાધિકારનો ઉપયોગ કરી સરકારની ચૂંટણી વ્યવસ્થાના કર્યા વખાણ : નાગરિકોને મહત્તમ મતદાનની કરી અપીલ

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૨૬ : સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય ચૂંટણી-2026 અંતર્ગત રાજ્યમંત્રી રિવાબા જાડેજાએ જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર 5માં આવેલી સત્ય સાંઈ સ્કૂલ ખાતે મતદાન કરીને લોકશાહીની ફરજ નિભાવી હતી.
મતદાન કર્યા બાદ રાજ્યમંત્રી રિવાબા જાડેજાએ મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું કે, લોકશાહીના આ પર્વમાં દરેક નાગરિકે પોતાના મતાધિકારનો ઉપયોગ અચૂક કરવો જોઈએ. મજબૂત સ્થાનિક સરકાર અને શહેરના વિકાસ માટે દરેક મત મહત્વનો છે.
તેમણે ચૂંટણી પંચ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મતદાન મથકો પર કરવામાં આવેલી સુવિધાઓ અને વ્યવસ્થાના વખાણ કર્યા હતા. વૃદ્ધો, દિવ્યાંગો અને મહિલા મતદારો માટે કરવામાં આવેલી ખાસ વ્યવસ્થાથી તેઓ સંતુષ્ટ જણાયા હતા.
રાજ્યમંત્રીએ જામનગરના નાગરિકોને ખાસ કરીને યુવા મતદારોને મોટી સંખ્યામાં બહાર આવીને મતદાન કરવા અનુરોધ કર્યો હતો. તેમના મતદાનથી સ્થાનિક મતદારોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.
તસવીર: કિંજલ કારસરીયા, જામનગર
(11:29 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
