તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 18th May 2026
યુવતી સાથે મિત્રતા બાબતનો ખાર રાખી મીઠાપુરના સગીર ઉપર હૂમલો

જામખંભાળીયા તા.૧૮: મીઠાપુર વિસ્તારમાં રહેતા એક સગીરને આ વિસ્તારમાં રહેતી એક યુવતી સાથે મિત્રતા હોય, આ બાબત અંગે અદાવત રાખી અને આ ફરિયાદી સગીર જ્યારે તેના માસીના દીકરાને ઘરે મૂકીને પરત થઈ રહ્યો હતો, ત્યારે એક માર્ગમાં રહેલા લખન સોમાજી અને રવિ દિપક નામના બે શખ્સોએ તેને ઢીકાપાટુનો માર મારી, હાથમાં પહેરેલા કળા વળે તેમને ઈજાઓ પહોંચાડી હતી.
આ પછી ઉપરોક્ત બંને શખ્સો સાથે અન્ય બે શખ્સો રામભાઈ સોમજી અને કરણ દીપલ નામના બે મળી ચારેય શખ્સોએ આ સગીરને પુનઃ રાત્રિના બાર વાગ્યે સમાધાન કરવાના બહાને આંબેડકર ગેઈટ પાસે બોલાવી અને છરી તથા ધોકા જેવા હથિયારો વડે હુમલો કરતા તેમને લોહી-લુહાણ હાલતમાં હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી.
આ પ્રકરણમાં આરોપીઓએ બિભત્સ ગાળો કાઢી, જાનથી મારી નાખવાની ધમકી પણ આપતા આ સમગ્ર બનાવ અંગે દ્વારકા પોલીસે તમામ ચાર આરોપીઓ સામે બી.એન.એસ. અને જી.પી. એક્ટની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ભાણવડના યુવાનને મારી નાખવાની ધમકી
ભાણવડના મોડપર ગામે રહેતા મુન્નાભાઈ રણછોડભાઈ ચુડાસમા નામના ૩૭ વર્ષના યુવાન તેમના એક પરિચિતના ઘરે ધાર્મિક પ્રસંગ હોવાથી ત્યાં ગયા હતા. અહીં તેમના સગા સંબંધીઓ હતા, ત્યારે મોડપર ગામનો સવજીભાઈ રમેશભાઈ પરમાર નામનો શખ્સ અહીં દારૂ પીને આવ્યો હતો અને બિભત્સ ગાળો બોલતા ફરિયાદી મુન્નાભાઈ ચુડાસમા ના કહી હતી. આનાથી ઉશ્કેરાઈને આરોપીએ મુન્નાભાઈને કહેલ કે ‘‘તું મારી પત્ની સાથે વાતો કેમ કરે છે?'' તેમ કહીને તેની પાસે રહેલી છરી મુન્નાભાઈને મારી દીધી હતી. જેથી તેમને ઈજાઓ થવા પામી હતી.
આટલું જ નહીં, આરોપીએ જાનથી મારી નાખવાની ધમકી પણ આપતા આ સમગ્ર મામલે ભાણવડ પોલીસ મથકમાં સવજી રમેશભાઈ પરમાર સામે ગુનો નોંધાયો છે.
(11:13 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
