<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th November 2026

વાંકાનેર-મોરબી ડેમુ ટ્રેનમાં સામાન્‍ય આગઃ મકનસર નજીક ટ્રેન અટકાવી દેવાતા મુસાફરો રઝળ્‍યા

ટ્રેક પાસેના બેટરી બોક્‍સમાં આગ લાગતા રાત્રે ૯ :૩૦ કલાકની ટ્રેન અધવચ્‍ચે રોકી દેવાઈ

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી તા.૧૮: વાંકાનેરથી રાત્રે ૯:૩૦ કલાકે ઉપડતી અને ૧૦ કલાકે મોરબી પહોંચતી છેલ્લી ડેમુ ટ્રેન જ્‍યારે મકનસર નજીક પહોંચી ત્‍યારે રેલવે પાટા પાસે આવેલા બેટરી બોક્‍સમાં સામાન્‍ય આગ લાગી હતી. આગ લાગવાની આ ઘટનાને પગલે સાવચેતીના ભાગરૂપે ટ્રેનને મકનસર સ્‍ટોપ પર જ ઊભી રાખી દેવામાં આવી હતી.

ટ્રેન અધવચ્‍ચે જ રદ કરી દેવાતા મુસાફરો ભારે મુશ્‍કેલીમાં મુકાયા હતા. રાત્રિના સમયે મુસાફરોને મો૨બી પહોંચવા માટે મકનસરથી હાઇવે સુધી ચાલીને અન્‍ય ખાનગી વાહનો શોધવાની ફરજ પડી હતી. આ સમગ્ર ઘટના અને હાલાકી અંગે સત્તાવાર માહિતી મેળવવા માટે મોરબી અને વાંકાનેરના રેલવે અધિકારીનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્‍યો હતો, પરંતુ તેઓ દ્વારા ફોન રિસીવ કરવામાં આવ્‍યો ન હતો

(1:20 PM IST)