<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 1st May 2026

ભાવનગરમાં સગીરાનો આપઘાત

ભાવનગર, તા.૧: ભાવનગર શહેરના બોરતળાવ ધોબી સોસાયટીમાં રહેતી એક સગીરાએ પોતાના ઘરે કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત વ્‍હોરી લીધો છે બનાવ બનતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્‍યુ હતું.

લાખાણી ચાલીની પાછળ રહેતા સુમિતાબેન રસિકભાઈ મકવાણા ઉં.વ. ૧૬ નામની સગીરાએ કોઈ અકળ  કારણોસર ગળેફાંસો ખાઈ આત્‍મહત્‍યા વહોરી લીધી હતી. સુમિતાબેન હીરા ઘસવાનું કામ કરતા હોવાનું જાણવા મળ્‍યું છે. બનાવની જાણ સ્‍થાનિક પોલીસ ને કરતા તુરંત પોલીસ સ્‍ટાફ ઘટના સ્‍થળે દોડી ગયો હતો અને જરૂરી કેસ કાગળો કરી મળતદેહને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી.

(1:48 PM IST)