તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 11th July 2026
જેતપુરના પ્રેમગઢ ગામે પરપ્રાંતીય પરિવારનો સગીર સતીષ લાપતા

(કેતન ઓઝા દ્વારા) જેતપુર તા.૧૧: તાલુકાના પ્રેમગઢ ગામે ખેત મજૂરી કરવા આવેલ મહીસાગર જિલ્લાના પરિવારનો કિશોર લાપતા થતા વિરપુર પોલીસે અપહરણનો ગુન્હો દાખલ કરી તપાસ હાથધરી છે. માસુમ બાળકનું અપરણ થયાને ફરિયાદ વીરપુર પોલીસમાં નોંધાય
પ્રેમગઢ ગામે રહી ખેત મજૂરી કરવા આવેલ મહીસાગર જિલ્લાના સંતરામપુરના રમેશભાઈ નારણભાઈ ગણાસવા તેના પરિવાર સાથે ગુણવંતભાઈ દલસાણીયા ની વાડીમાં રહી એક મજૂરી કરતા હોય તેમ જ તેમણે રબારીકા ગામે પણ મગનભાઈ માતરીયા ની વાડી વાવવા રાખેલ હોય તેઓને રબારીકા વાડીમાં સોયાબીનની વાવણી કરવાની હોય મગનભાઈ નું ટ્રેક્ટર લઈ તેનો દીકરો સતીશ પણ સાથે ગયેલ તેવો વહેલી સવારે પાંચ વાગ્યે સોયાબીન તેમજ ખાતર લઈ રબારીકા ગયેલ ત્યાંથી તેના દીકરા સતીશ ને સ્કૂલ જવાનું હોય બાઈક પર પ્રેમગઢ જતા રહેવા કહેલ.
સ્કૂલનો સમય થઈ જવા છતાં પણ સતીશ સ્કૂલે પહોંચે ન હોય સ્કૂલેથી ફોન આવતા રમેશભાઈએ કહેલ કે તે વાડીએ હશે તેમ કહી તેઓ વાડીના કામે લાગી ગયેલ બપોરે ત્રણ વાગ્યા સુધી વાડીએ પરત નહીં ફરતા સતિષની શોધખોળ શરૂ કરેલ તેની ભાળ ન મળતા વીરપુર પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવતા પોલીસે અપહરણની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. સતીશ (ઉ. વ.૧૪) એ મરૂન કલરનો શર્ટ પહેરેલ છે. તેના મોઢા ઉપર ડાબી આંખ નીચે જુનું લાગેલ નું નિશાન છે જો આ બાળક કોઈના ધ્યાને આવે તો વિરપુર પોલીસ ને જાણ કરવા અનુરોધ કરાયો છે.
(12:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
