<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 22nd July 2026

ઉનાની દેલવાડા ગ્રામ પંચાયતમાં ગેરવહીવટઃ મહિલા સરપંચને હોદા ઉપરથી હટાવવા ડીડીઓનો હુકમ

સરકારી ગ્રાન્‍ટનો દુરૂપયોગમાં તત્‍કાલિન મહિલા સરપંચ સાથે તેનો પતિ સામેલઃ બન્નેને કુલ ૧ર લાખથી વધુ રકમનો દંડઃ જાગૃત નાગરિક દ્વારા ફરિયાદ બાદ તપાસ રિપોર્ટના આધારે કાર્યવાહી

(નવીન જોષી દ્વારા) ઊના, તા. રરઃ  તાલુકાના દેલવાડાના સરપંચ પૂજાબેન વિજયભાઈ બાંભણિયાને જીલ્લા વિકાસ અધિકારી એ હોદ્દા ઉપર થી દૂર કરવાના તેમજ વહીવટ ગેર રીતિ બદલ આઠ લાખ રૂપિયાથી વધુ રકમ પંચાયતમાં ભરવા તેમજ તત્‍કાલીન સરપંચપતિ વિજય ભાઈ લાખા ભાઈ બાંભણિયા ને પણ ગેર રીતિ બદલ ૩ લાખ ૯૬ હજાર ભરવા હુકમ કર્યો કુલ ૧૨૦૧૩૩૩ ભરવા હુકમ કર્યો  છે. દેલવાડા ગામના ગ્રામપંચાયતમાં છેલ્લા ઘણા વરસોથી સરકારી ગ્રાન્‍ટનો દૂર ઉપયોગ કરી ગ્રામ પંચાયતના સ્‍વભંડોળ માંથી મોટો ભ્રષ્ટાચાર કરવામાં આવતો હોવાની ફરિયાદ જાગળત નાગરિકે ગીર સોમનાથ જિલ્લા ના જિલ્લા વિકાસ અધિકારી ને કરી હતી જેની તપાસ કરવામાં આવી હતી. તપાસનો રિપોર્ટ આવી જતા ગીર સોમનાથ જિલ્લા વિકાસ અધિકારી તોહલબેન ભાપકર એ હુકમ કરેલ છે કે ગુજરાત પંચાયત અધિનિયમ ૧૯૯૩ ની કલમ ૫૭(૧) હેઠળ તેમને મળેલ અધિકાર મુજબ દેલવાડા ના સરપંચ પૂજાબેન વિજય ભાઈ બાંભણિયા દ્વારા ગ્રામ પંચાયત દેલવાડા ના સ્‍વભંડોળમાં ગેર રીતિ કરેલ ગ્રામ પંચાયત ને નુકશાન આર્થિક અને સત્તા નો દૂર ઉપયોગ કરી વારંવાર કસુર કરવા બદલ સરપંચ પદ ના હોદ્દા ઉપર થી દૂર કરવામાં આવ્‍યા છે.  કલમ ૨૬૭(૧) ,(૨) ની જોગવાઈ મુજબ ગ્રામ પંચાયત ની આર્થિક નુકશાન બગાડ ગેર ઉપયોગ બદલ પૂજા બેન વિજય ભાઈ બાંભણિયા ને રૂપિયા ૮,૦૫,૩૩૩/ ગ્રામ પંચાયતના સ્‍વભંડોળ માં જમા કરાવવા અને તત્‍કાલિન સરપંચ વિજય ભાઈ લાખાભાઇ બાંભણિયા એ તેમના સરપંચ પદના હોદ્દા ઉપર હતા ત્‍યારે તેમણે પણ તેમણે દેલવાડા ગ્રામ પંચાયત ના સ્‍વભંડોળમાં આર્થિક નુકશાન અને બગાડ કરેલ હોય તેમણે પણ રૂપિયા ૩,૯૬,૦૦૦/ દેલવાડા ગ્રામ પંચાયત સ્‍વભંડોળમાં તા. ૩૦ સપ્‍ટેમ્‍બર સુધી જેમાં કરાવી દેવા હુકમ કર્યો હતો. કુલ રૂપિયા ૧૨ લાખ,૦૧,૩૩૩ રકમ ભાજપ ના દંપતીને ભરવાનો આવતા. જેની બજવણી ઊના તાલુકા પંચાયત ના વિકાસ અધિકારીને કરવા અને હુકમ બજવાઈ જાય જીલ્લા વિકાસ અધિકારીને જાણ કરવા જણાવેલ છે.  દેલવાડા ગ્રામ પંચાયતમાં વરસોથી સાશન કરતા પતિ વિજયભાઈ અને પત્‍ની પૂજાબેનને ગેર વહીવટ બદલ દંડ કરવામાં આવતા રાજકીય હલચલ મચી ગઈ છે વિજય ભાઈ લાખાભાઇ બાંભણિયા ભાજપના પૂર્વ પ્રદેશ યુવા સંગઠન મંત્રી હતા.

(11:26 AM IST)