News of Tuesday, 3rd November 2026
મીઠાપુરઃ DAV નેશનલ ગેમ્સમાં ટાટા કેમ DAV પબ્લિક સ્કૂલનાં વિદ્યાર્થીઓની ગૌરવપૂર્ણ સિદ્ધિ
મીઠાપુરના તારલાઓ રાષ્ટ્રીય સ્તરે ઝળહળ્યા, વિદ્યાર્થીઓએ લહેરાવ્યો વિજયધ્વજ

(દિવ્યેશ જટણીયા દ્વારા) મીઠાપુર તા. ૩: દિલ્હીમાં તા. ૨૪થી ૨૬ ઓક્ટોબર, ૨૦૨૬ દરમિયાન યોજાયેલી DAV નેશનલ ગેમ્સમાં ટાટા કેમ DAV પબ્લિક સ્કૂલ, મીઠાપુરના બે પ્રતિભાશાળી વિદ્યાર્થીઓએ ઉત્કળષ્ટ પ્રદર્શન કરીને શાળા અને મીઠાપુરનું નામ રાષ્ટ્રીય સ્તરે રોશન કર્યું છે.
આ રાષ્ટ્રીય કક્ષાની રમતગમત સ્પર્ધામાં ભારતનાં વિવિધ રાજ્યોમાંથી પસંદગી પામેલા DAV શાળાઓના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. ટાટાકેમ DAV પબ્લિક સ્કૂલના ખેલાડીઓએ મહારાષ્ટ્ર ઝોનલ કક્ષાની એથ્લેટિક્સ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતીને રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં સ્થાન મેળવ્યું હતું. ત્યારબાદ દિલ્હીમાં યોજાયેલી નેશનલ ગેમ્સમાં પણ તેમણે શાનદાર પ્રદર્શન કરીને પોતાની પ્રતિભાનો પરિચય આપ્યો હતો.
શાળાના વિદ્યાર્થી શાન જાદવે અંડર-૧૭ લોંગ જમ્પ સ્પર્ધામાં ૬.૨૦ મીટરનું અંતર કૂદીને સિલ્વર મેડલ સાથે દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું હતું. જ્યારે નરેન્દ્રસિંહ જાડેજાએ અંડર-૧૯ ટ્રિપલ જમ્પ સ્પર્ધામાં ૧૨.૨૫ મીટરનું અંતર કૂદીને બ્રોન્ઝ મેડલ સાથે તળતીય સ્થાન પ્રાપ્ત કર્યું હતું.
લાંબા સમય બાદ શાળાના વિદ્યાર્થીઓએ DAV નેશનલ ગેમ્સમાં રાષ્ટ્રીય કક્ષાએ આવી નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરતાં મીઠાપુરમાં ગૌરવ અને ખુશીની લાગણી પ્રસરી છે.
આ સફળતા પાછળ શાળાના સ્પોર્ટ્સ ડિપાર્ટમેન્ટ ની સતત મહેનત અને નિયમિત તાલીમનો મહત્ત્વનો ફાળો રહ્યો છે.
બંને વિદ્યાર્થીઓની આ ગૌરવપૂર્ણ સિદ્ધિ બદલ શાળાના આચાર્યશ્રી, શિક્ષકગણ અને સમગ્ર શાળા પરિવારે તેમને હાર્દિક અભિનંદન પાઠવ્યાં હતાં. સાથે જ ભવિષ્યમાં પણ આવી જ સફળતા મેળવી મીઠાપુર અને DAV પરિવારનું નામ વધુ ઉજ્જવળ કરે તેવી શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી.
(11:16 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
