તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 22nd June 2026
સૌરાષ્ટ્ર-કચ્છમાં મિશ્ર હવામાનઃ સાર્વત્રિક વરસાદની રાહ
ધીમે-ધીમે વાદળછાંયુ વાતાવરણ છવાયું: પવનનું જોર યથાવતઃ કોઇ-કોઇ જગ્યાએ વરસતો વરસાદ

સાવરકુંડલામાં વરસેલ વરસાદ નજરે પડે છે. (તસ્વીરઃ ઇકબાલ ગોરી, સાવરકુંડલા)
રાજકોટ, તા., રરઃ રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં મિશ્ર વાતાવરણ યથાવત છે. અને હવે સાર્વત્રિક વરસાદની સૌ કોઇ રાહ જોઇ રહયા છે.
ગુજરાતમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટી ધીમે ધીમે સક્રિય બનતી જઈ રહી છે અને છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.
છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજ્યના કુલ ૫૨ તાલુકાઓમાં વરસાદ નોંધાતા અનેક વિસ્તારોમાં ગરમીથી રાહત મળી છે.
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા જાહેર કરાયેલા વરસાદના આંકડા મુજબ ખેડા જિલ્લાના ગળતેશ્વરમાં સૌથી વધુ ૨.૯૧ ઇંચ વરસાદ નોંધાયો હતો. ગળતેશ્વર બાદ પંચમહાલ જિલ્લાના કલોલમાં ૨.૫૨ ઇંચ અને ગોધરામાં ૨.૪૮ ઇંચ વરસાદ નોંધાતા વરસાદી માહોલ વધુ સક્રિય બન્યો હતો. આ સિવાય છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં ૨.૨ ઇંચ વરસાદ પડ્યો હતો જ્યારે પંચમહાલના મોરવા (હડફ) અને ઘોઘંબા વિસ્તારોમાં પણ નોંધપાત્ર વરસાદ નોંધાયો હતો. વડોદરા જિલ્લાના ડેસર વિસ્તારમાં પણ સારો વરસાદ પડતાં સ્થાનિક સ્તરે રાહત અનુભવાઈ હતી.
રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ નોંધાયો હતો. કુલ ૪૫ તાલુકામાં એક ઇંચથી ઓછો વરસાદ નોંધાયો હતો. તેમાં દાહોદ, ફતેપુરા, કામરેજ, સંતરામપુર, ગરુડેશ્વર, જાંબુઘોડા, હાલોલ, લાઠી, સુરત શહેર, ભાવનગર અને વલસાડ સહિતના વિસ્તારોનો સમાવેશ થાય છે. હવામાન વિભાગે આગામી દિવસો માટે પણ વરસાદી સ્થિતિ યથાવત રહેવાની શકયતા વ્યક્ત કરી છે. આગામી છ દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં છૂટાછવાયા હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
આજે ખાસ કરીને વલસાડ, નવસારી, સુરત, તાપી, નર્મદા, ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ, મહીસાગર અને અરવલ્લી જિલ્લાઓમાં વરસાદી ઝાપટાની શકયતા દર્શાવવામાં આવી છે. જ્યારે સૌરાષ્ટ્રના અમરેલી, ગીર સોમનાથ અને ભાવનગર જિલ્લામાં હવામાન નિષ્ણાતોનું માનવું છે કે પ્રી-મોન્સૂન વરસાદ રાજ્યમાં મુખ્ય ચોમાસા માટે અનુકૂળ પરિસ્થિતિ ભી કરી રહ્યો છે અને આગામી દિવસોમાં વરસાદનું ?માણ વધુ વિસ્તારો સુધી પહોંચે તેવી શકયતા છે.
સાવરકુંડલા
(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલાઃ સાવરકુંડલા ખાતે ભારે ગરમી વચ્ચે વરસાદ વરસતા લોકોએ ઠંડીની રાહત અનુભવે હતી
કાયદેસર ચોમાસું બેઠું એને આજે પાંચ કે દિવસ થયા છે ત્યારે ગઈ કાલ સાવરકુંડલા માં ભયંકર તડકોને ગરમીમાં લોકો ભારે તોબા પોકારી ઊઠ્યા હતા ત્યારે વરસાદ વરસતા લોકો એ ઠંડીના વાતાવરણ નો અનુભવેલ હતો આ વરસાદ
૧પ મિનિટ પડ્યો પણ સારો પડી જવા પામેલ હતો આ વરસાદથી લોકોએ ગરમી અને કાળા તડકા થી રાહત મળશે તેવું લોકો અનુભવી ગયા હતા
(1:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
