News of Wednesday, 30th September 2026
મચ્છુ-2 ડેમના કમાન્ડ વિસ્તારના ખેડૂતોને શિયાળુ પાક માટે પાણી અપાવવા ધારાસભ્ય મેદાને.
ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ સિંચાઈ વિભાગના કાર્યપાલક ઈજનેરને પત્ર લખી ખેડૂતોના હિતમાં જીરું અને ઘઉંના વાવેતર માટે પાણી આપવા રજૂઆત કરી.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી જિલ્લાના મચ્છુ-2 ડેમ કમાન્ડ વિસ્તારમાં આવતા ખેડૂતોને શિયાળુ પાક માટે પાણી મળી રહે તે માટે 66 ટંકારા-પડધરી વિસ્તારના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા દ્વારા મોરબી સિંચાઈ વિભાગના કાર્યપાલક ઈજનેરને લેખિત રજૂઆત કરવામાં આવી છે. ખેડૂતો તરફથી મળેલી રજૂઆતોને પગલે ધારાસભ્ય દ્વારા આ પત્ર લખવામાં આવ્યો છે.
પત્રમાં જણાવ્યા અનુસાર, આ વર્ષે છેલ્લે વરસાદ ખેંચાઈ જવાના કારણે ખેડૂતોના પાક ઉત્પાદનમાં ઘટાડો નોંધાયો છે, જેથી તેમની આવકમાં ઘટાડો થાય તેમ છે. બીજી તરફ, સારા વરસાદના પગલે મચ્છુ ડેમ આ વર્ષે 2 વખત ઓવરફ્લો થયો છે, જેથી ખેડૂતોને સિંચાઈ માટે આપી શકાય તેટલો પૂરતો પાણીનો જથ્થો ડેમમાં ઉપલબ્ધ છે. આ તમામ પરિસ્થિતિ અને ખેડૂતોના વ્યાપક હિતને ધ્યાને રાખીને, મચ્છુ-2 કમાન્ડ વિસ્તારમાં આવતા ખેડૂતોને શિયાળુ પાકમાં ખાસ કરીને જીરું અને ઘઉંના વાવેતર માટે સિંચાઈનું પાણી પૂરું પાડવા ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ સિંચાઈ વિભાગ સમક્ષ માંગણી અને ખાસ ભલામણ કરી છે.
(8:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
