તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 1st September 2026
ગીર સોમનાથ જિલ્લાને, દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા માટે ધારાસભ્ય વિમલ ચુડાસમાની માંગ
ગામવાર અને પાકવાર વળતર, પશુપાલકો માટે મફત ઘાસચારા ડેપો, SDRF સહિતની સહાય અને વિશેષ રાહત પેકેજ આપવાની માંગ સાથે સોમનાથ વિધાનસભા તથા ગીર સોમનાથને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની રજુઆત

ગીર સોમનાથ જિલ્લાને, દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા માટે ધારાસભ્ય વિમલ ચુડાસમાએ માંગ કરી છે. ગીર સોમનાથ જિલ્લામાં અનિયમિત વરસાદથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. પાકને પૂરતું પાણી ના મળતા નુકસાનની ભીતિ વચ્ચે ધારાસભ્ય વિમલ ચુડાસમાએ મુખ્યમંત્રીને પત્ર લખી તાત્કાલિક સરકારી પાક નુકસાની સર્વેની માંગ કરી છે. ગામવાર અને પાકવાર વળતર, પશુપાલકો માટે મફત ઘાસચારા ડેપો, SDRF સહિતની સહાય અને વિશેષ રાહત પેકેજ આપવાની માંગ સાથે સોમનાથ વિધાનસભા તથા ગીર સોમનાથને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ઉગ્ર રજૂઆત કરી છે
(7:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
