News of Wednesday, 15th April 2026
મોદીસાહેબ આજે વિશ્વ નેતા, વિશ્વના દેશો તેમની સલાહ લે એ ભારત માટે મોટી ગૌરવની વાત.. મોહનભાઇ કુંડારીયા.
રવાપર વિસ્તાર વોર્ડ નં 11 ના ભાજપની પેનલના ચાર ઉમેદવાર ના કાર્યાલયનું ઉદ્ધઘાટન

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબીમાં ભાજપના પ્રથમ વોર્ડ નં 11 ખુલ્લુ મુકવા સમયે મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ, રાજ્યસભાના સાંસદ, પૂર્વ કેન્દ્રીય મંત્રી, પૂર્વ રાજ્યમંત્રી, ધારાસભ્ય સહીત અગ્રણીયો વિશાળ સંખ્યામાં લોકો હાજર રહ્યા.
એક સમયે મીની મોરબી ગણાતુ રવાપર ગામ આજે મોરબી મહાનગર પાલિકાનો હિસસો બની ચૂક્યુ છે. અને વર્તમાનમાં કોર્પોરેશનની ચૂંટણીના પડઘમ વાગી ચુક્યા છે. ત્યારે રવાપર વિસ્તાર વોર્ડ નં 11 ના ભાજપની પેનલના ચાર ઉમેદવાર ગોપાલભાઈ વસ્તાભાઈ કાસુન્દ્રા, રવીન્દ્રભાઈ ધનજીભાઈ સનાવડા, શ્રી મતિ નિરૂપાબેન (શિલ્પા), તેમજ શ્રી મતિ ભારતીબેન ચુનીલાલ પરમાર આ ચારેય ઉમેદવારનું મધ્યસથી કાર્યાલય રીબીન કાપી, દીપ પ્રગટાવી ખુલ્લુ મુકવામાં આવ્યુ હતુ.
પ્રાસંગિક પ્રવચન જીલ્લા ભાજપ ઉપપ્રમુખ અરવિંદભાઈ વાંસદડિયાએ કર્યું હતુ.
રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ જણાવ્યુ હતુ કે, મોરબી પેલા જીલ્લો પછી જીલ્લા પંચાયત બાદમાં કોર્પોરેશન મોરબીને મળ્યા છે. મોરબી વિકાસની હરણફાળ ભરવા તરફ આગળ વધી રહ્યુ છે.
જીલ્લા પ્રમુખ જયંતીભાઈ રાજકોટીયા આજે કોર્પોરેશનની ચુંટણી આવી છે આપને કોર્પોરેશન અને મોરબી કેવુ બનાવવું છે તે આપના હાથની વાત છે. મોરબીમાં એક વિકસિત શહેરની જેમ તમામ સગવડો મળવાની છે. મોરબી હરિયાળુ બનવાનું છે. આ પેનલના ચારે ઉમેદવારોને વિજઈ બનાવજો એ ચાર સહીત અમે પણ તમારા કામ કરવા બેઠા છઈએ.
આજથી 41 વર્ષ પહેલા પોતે નગર પાલીકાની ચુંટણી લડ્યા હતા અને ત્યાર બાદ નવ નવ ચૂંટણીમાં વિજય પતાકા ફરકાવનાર પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ઉપકોસાધ્યક્ષ મોહનભાઇ કુંડારીયાએ જીતના મૂળમાં રહેલા તમામ કાર્યકરોનો આભાર વ્યક્ત કરવા સાથે જણાવ્યુ હતુ કે, મોદી સાહેબ પહેલા સીએમ બન્યા આજે પીએમ છે તેના મૂળમાં કાર્યકરોનો પરિશ્રમ છે. આજે મોદી વિશ્વનેતા બન્યા છે. દુનિયાના દેશો ને તેની સલાહ લેવી પડે છે. આજે મોરબીથી લોકો રાજકોટ રહેવા જાય છે પણ હવે મોરબીને રાજકોટ પણ વિશેષ બનાવવાની જવાબદારી આપ સૌની છે. મોરબીમાં અનેક વિકાસના કામો થઈ રહ્યા છે, થવાના છે. તેમને ચારેય ઉમેદવારોને એ વિકાસ કાર્યોના સહભાગી બનાવવા ચૂંટીને મોકલવા હાકલ કરી હતી. આ તકે ગુજરાત યુવા કોંગ્રેસના અગ્રણી જયેશભાઇ સેરસિયાએ ભજપનો ખેસ ધારણ કર્યો હતો.
આ તકે પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજા, મોરબી જીલ્લા ભાજપ મહામંત્રી નિર્મલભાઈ જારીયા, સિરામિક એસોસિએશન ના પ્રમુખ મનોજભાઈ એરવાડીયા, પૂર્વ પ્રમુખ નિલેશભાઈ જેતપરીયા સહીત અગ્રણીયો અને વિશાળ સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. મંત્રી કાંતિલાલ અમૃતિયા તેમજ પરસોતમ રૂપાલા અન્ય કાર્યક્રમમાં વ્યસ્ત હોવાથી શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો.
(12:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
